કોરોના વાયરસનું જોખમ વધી રહ્યું છે, અને તહેવારની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્ય સરકારે આ વર્ષે નવરાત્રીનું આયોજન કરવા પર મંજૂરી આપશે કે નહીં તેના પર અટકળો ચાલી રહી હતી. જયારે આ મુદ્દે સરકારે સપ્ટેમ્બર 26ના સ્પષ્ટ જાહેરાત કરેલ છે, જે મુજબ આ વર્ષે રાજ્યમાં કોરોના વાયરસના જોખમને ધ્યાને લેતા નવરાત્રીનું આયોજન નહીં કરવામાં આવે. પરંતુ સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ZEE 24કલાક ન્યુઝ સંસ્થાનની બ્રેકીંગ પ્લેટ પર “શેરમાં નવરાત્રી બંધ રહેશે અને ગામડામાં ચાલુ” ખબર ચલાવવામાં આવી રહી છે. શેરચેટ એપ્લિકેશ પર છેલ્લા કેટલાક દિવસોથી અનેક લોકો આ પોસ્ટ શેર કરી રહ્યા છે.

Factcheck / Verification
કોરોના મહામારી વચ્ચે નવરાત્રીનું આયોજન ગામડામાં થવાનું હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા સપ્ટેમ્બર 21ના ગુજરાત BJP અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવેલ પ્રેસ બ્રિફિંગ જોવા મળે છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ સી.આર. પાટીલ સાજા થયા છે અને તેમણે નવરાત્રિના આયોજન અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. જે મુજબ કોરોનાના આ કપરા કાળમાં હું અંગત રીતે માનું છું કે નવરાત્રિના આયોજનો ન કરવા જોઈએ.

જયારે રાજ્યમાં નવરાત્રીના આયોજન અંગે વધુ સર્ચ કરતા thehindu, news18, deccanherald તેમજ અન્ય કેટલા ન્યુઝ સંથાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપની દ્વારા 26 સપ્ટેમ્બરના જાહેરાત કરવામાં આવેલ છે, રાજ્યમાં આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લેતા નવરાત્રીનું આયોજન નહીં કરવામાં આવે.

Conclusion
ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ સાથે કરવામાં આવેલ દાવો ગામડામાં ગરબાનું આયોજન થશે, જે તદ્દન ભ્રામક છે. CM રૂપાણી દ્વારા કોરોના સંક્રમણ જોતા નવરાત્રીના આયોજન બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ પોસ્ટ પર એડિટિંગ દ્વારા ભ્રામક દાવો લખવામાં આવેલ છે, ગુજરાત ભરમાં આ વર્ષે નવરાત્રી બંધ રહેશે.
Result :- False
Our Source
thehindu,
news18,
deccanherald
ABP
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)