WeeklyWrap: દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી તો આ તરફ ભારતમાં ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેકટચેક

રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ બોલિવૂડ કલાકારોને સતત ઘેરી રહ્યો છે. યુઝર્સ બોલિવૂડ હસ્તીઓ પર સાંસ્કૃતિક પતન અને નવા કલાકારોને સમાન તક ન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. આ ક્રમમાં યુઝર્સ એક વીડિયો શેર કરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હતો.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારે આર્મી વેલ્ફેર ફંડ શરૂ કર્યો હોવાના દાવાનું સત્ય
સુપર સ્ટાર અક્ષય કુમારને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારનો વધુ એક સારો નિર્ણય લીધો જેમાં સેનામાં શાહિદ થયેલા અને ઘાયલ થયેલા સૈનિકોના પરિવારને મદદ કરવા માટે આર્મી વેલ્ફેર બેટલ કેઝ્યુઅલી ફંડ નામથી ખાતું ખોલવામાં આવ્યું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરમાં જ બજરંગ દળના લોકોને માર માર્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
એ ક્રમમાં 29 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરમાં જ બજરંગ દળના લોકોને માર માર્યો હતો. ટ્વિટર યુઝર @AddictedforSRK એ આ વીડિયો “SRK સમર્થકોએ બોયકોટ ગેંગ બજરંગદલને માર માર્યો.” ટાઇટલ સાથે પોસ્ટ કર્યો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી હોવાના ભ્રામક દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી હાઉસ ફૂલના પાટિયા લાગી ગયા હોવાના ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ડિસેમ્બરમાં ફિફા વર્લ્ડકપ સમયે કતારના લુસેલ મેટ્રો સ્ટેશન પર સર્જાયેલ ભીડના દર્શ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર દ્વારા વાયરલ વીડિયોને ફિલ્મ પઠાણના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
શાહરૂખખાનની બહુચર્ચિત પઠાણ ભારે વિરોધ બાદ પણ આખરે રિલીઝ થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર અનેક મતભેદો ચાલી રહ્યા છે. આ ક્રમમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે પઠાણ ફિલ્મનું એક પોસ્ટર શેર કરવામાં આવી રહી છે. તસ્વીરમાં સિનેમા હોલની બહાર ફિલ્મ પઠાણનું પોસ્ટર જોવા મળે છે, જયારે બિજી તરફ પોલીસ અને આર્મી જવાનો સુરક્ષામાં ઉભેલા જોવા મળે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044