Claim :-
મુંબઈ રેલવે સ્ટેશન પર લોકોનું સ્ક્રીન કરવા માટે રોબોટ મુકવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ અને “મુંબઈ રેલવે સ્ટેશન લોકોની સ્ક્રિનિંગ કરવા માટે રોબોટ મુકાયો, સેન્ટ્રલ રેલવે તરફથી મુકાયેલો રોબોટ આવતા-જતા તમામ લોકોની કરશે સ્ક્રિનિંગ, રોબોટનું નામ કેપ્ટન અર્જુન” કેપ્શન સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
Fact check :-
વાયરલ વિડિઓ પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા livemint, india, mumbaimirror, railanalysis, tribuneindia વગેરે ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ 12 જૂન 20202ના ભારતીય રેલ દ્વારા લોકોનું સ્ક્રીન કરવા માટે એક રોબોટ મુકવામાં આવ્યો છે. આ રોબોટ પુને રેલવે સ્ટેશન પર મુકવામાં આવ્યો છે.




વધુ તપાસ કરતા ટ્વીટર પર રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ અને સેન્ટ્રલ રેલવે દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં રોબોટ સ્ક્રીનિંગ વિશે માહિતી આપવામાં આવી છે.
ઉપરાંત મુંબઈ સ્ટેશન પર સ્ક્રીનિંગ માટે શું સુવિધા છે, તેના માટે સર્ચ કરતા જાણવા મળે છે. મુંબઈના CMST અને LTI સ્ટેશન પર AI based બોડી સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે સ્ટેશન પર થર્મલ કેમેરા લગાવવામાં આવ્યા છે. (FebriEye thermal cameras)


Conclusion :-
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, પુણે રેલવે સ્ટેશન પર આ પ્રકારે લોકોનું સ્ક્રીનિંગ કરવા માટે રોબોટ મુકવામાં આવ્યો છે. જયારે મુંબઈ રેલવે સ્ટેશન પર થર્મલ કેમેરા લગાવવામાં આવ્યા છે. જયારે વાયરલ વિડિઓમાં કરવામાં આવેલ દાવો કે મુંબઈ સ્ટેશન પર રોબોટ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની વાત તદ્દન ભ્રામક છે.
source :-
facebook
twitter
keyword search
news reports
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)