Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Manipur first train
ભારતીય રેલ લગભગ દરેક રાજ્ય સુધી પહોંચી ગઈ છે. રેલવે દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખુબ જ વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં નાના ટાઉન સુધી રેલ માર્ગ પહોંચતા કરવાના હોય કે સ્માર્ટ અને સ્વચ્છ સ્ટેશનની વાત હોય. કોરોના સમયમાં ભારતીય રેલ દ્વારા ઉત્તમ કામગીરી પુરી પાડવામાં આવી હતી. જો..કે સોશ્યલ મીડિયા પર કેટલાક ભ્રામક દાવા પણ કરવામાં આવ્યા હતા. જેમાં થોડા સમય અગાઉ એક વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો બાદ મિઝોરમમાં પહેલી વખત ટ્રેન આવી છે.
ત્યારે હાલ ફેસબુક અને ટ્વીટર પર નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવાના વિડિઓ ને “આઝાદીના 74 વર્ષો બાદ મણિપુરમાં પહેલી વખત ટ્રેન પહોંચી” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે. ઉપરાંત કેટલીક પોસ્ટ મણિપુર CM દ્વારા કરવામાં આવેલ ટ્વીટના આધારે “પેસેન્જર ટ્રેન પૂર્વભારતના રાજ્ય મણિપુર
પહોંચતા 75 વર્ષ લાગ્યા” હોવાના કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
મણિપુરમાં આઝાદી બાદ પ્રથમ વખત ટ્રેન પહોંચી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ પોસ્ટ સાથે મણિપુર CMનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જયારે ટ્વીટર પર મુખ્યમંત્રી N.Biren Singh દ્વારા 3 જુલાઈ 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જ્યાં તેઓએ વાયરલ વિડિઓ રીટ્વીટ કરતા જણાવ્યું છે કે મણિપૂર ખાતે સિલચર થી વૈંગૈચુંપાઓ વચ્ચે પહેલી પેસેન્જર ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ વિડિઓ અંગે યુનિયન મિનિસ્ટર Dr Jitendra Singh દ્વારા પણ શુભકામનાઓ પાઠવતી ટ્વીટ કરવામાં આવેલ છે. ડો.જીતેન્દ્ર સિંઘ નોર્થઇસ્ટ રાજ્યોના વિકાસ કાર્યોની દેખરેખ પણ રાખે છે.
મળતી તમામ માહિતી પરથી સિલચર થી વૈંગૈચુંપાઓ વચ્ચે કરવામાં આવેલ પેસેન્જર ટ્રેનના ટ્રાયલ અંગે ગુગલ સર્ચ કરતા News india , news18, hindustantimes અને business-standard દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, મીડિયાને સંબોધન કરતાં પીઆરઓ ભટ્ટાચાર્યએ ખુલાસો કર્યો હતો કે વૈંગાઇચુંપાઓથી સિલચર સુધીની પેસેન્જર ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રોડગેજ ટ્રેન સેવા સિલચરથી વૈંગાઇચુંપાઓ રેલ્વે સ્ટેશન સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે.
1899 થી, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને દક્ષિણ આસામમાં મીટર ગેજ રેલ્વે લાઇનો આવેલ છે. 2014 માં, નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ આ પ્રદેશોમાં 115 વર્ષ જુની મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં ફેરવવાનું કરવાનું કામ લીધું છે.
2016 માં, શિલોંગમાં પીએમ મોદીએ આસામના મિઝોરમ, મણિપુર અને કામખ્યા માટે ત્રણ નવી ટ્રેનોને રવાના કરી હતી. મણિપુર માટે, તે પ્રથમ બ્રોડગેજ પેસેન્જર ટ્રેન હતી જે જીરીબામને સિલચરથી જોડતી હતી. જયારે હવે સિલચર થી વૈંગૈચુંપાઓ વચ્ચે પહેલી પેસેન્જર ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે કુલ 11 કિમી અંતર પૂરું કરશે.
આઝાદીના 74 વર્ષ બાદ મણિપુરમાં ટ્રેન પહોંચી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ. મણિપુર અને બીજા નોર્થઇસ્ટ રાજ્યોમાં 1899 થી મીટર ગેજ રેલ્વે લાઇનો આવેલ છે. હાલમાં સિલચર થી વૈંગૈચુંપાઓ વચ્ચે બ્રોડગેજ તૈયાર કરવામાં આવ્યો હોવાથી ત્યાં પ્રથમ પેસેન્જર ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે મણિપુર CM બીરેન સિંઘ અને યુનિયન મિનિસ્ટર ડો.જીતેન્દ્ર સિંઘ દ્વારા પણ ટ્વીટર પર આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
All India Radio News
નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ
News india
news18
hindustantimes
Dr Jitendra Singh
મુખ્યમંત્રી N.Biren Singh
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Runjay Kumar
July 9, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
April 4, 2025