claim :-
સોશિયલ મીડિયા પર અને વોટસએપ પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા કોરોના વાયરસની દવા બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના માટે વ્યક્તિએ પોતે એક વિડિઓ બનાવ્યો છે, જેમાં તે આ વિષય પર માહિતી આપે છે. જયારે સોશિયલ મીડિયા પર લોકોએ આ વિડિઓ પોસ્ટ કરી સાથે કેપ્શન આપ્યું છે. “પોરબંદરના વિસાવાડા ગામના યુવાન રાજુભાઇ કેશવાલાયે દાવો કર્યો કે કોરોનાની દવા ગોતી લીધી છે,પણ મારી શરતો સરકાર પહેલા સ્વીકારવા તૈયાર થાય તો બતાવીશ“
Fact check :-
વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જેમાં આ વ્યક્તિ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે, તે મુદ્દે ખુલાસો આપવામાં આવ્યો છે. news18 ગુજરાતી

ત્યારબાદ સંદેશ ન્યુઝ દ્વારા પણ આ મુદ્દે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જે મુજબ વિસાવાડા ગામે રહેતા રાજુ કેશવભાઈ કેશવાલા (ઉવ૩૮)નામના યુવાને બે દિવસ પહેલા સોશ્યલ મીડિયામાં વિડીયો વાઈરલ કર્યો હતો આ અંગે પોરબંદરના મિયાણી મરીન પોલીસ મથકના હેડ કોન્સ. રાજેન્દ્ર મેઘજીભાઇ કાથડે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના મહામારી સબંધે સોશ્યલ મીડીયા પણ કોઇ ખોટી પોસ્ટ કે વિડીયો અપલોડ કરી અફ્વા ફેલાવે તો તેની ઉપર નજર રાખવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ્થી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત porbandartimesન્યુઝ દ્વારા આ વ્યક્તિની ધરપકડ તેમજ પોલીસ દ્વારા આપવામાં આવેલ ખુલાસાનો વિડિઓ પોસ્ટ મળી આવે છે.
ત્યારબાદ પોરબંદર જિલ્લા એસ.પી પાર્થરાજ ગોહિલ દ્વારા આ વિષય પર ખુલાસો આપતી ટ્વીટ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિ ભ્રામક દાવો કરી રહ્યો હતો. તેમજ હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Conclusion :-
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામો સાબિત કરે છે, વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. આ પ્રકારે કોઈ દવાની શોધ કરવામાં આવી નથી, તેમજ હાલ આ યુવકની પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
Source :-
faceook
youtube
twitter
news reports
પરિણામ :- ભ્રામક દાવો (Misplaced context)