Claim :-
ફેસબુક પર એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવે છે. વાયરલ વિડિઓ “લીલાવતી હોસ્પિટલ મુંબઇ ના ડોક્ટરે સાફ શબ્દો માં જે કહ્યુ તે સાંભળો” કેપશન સાથે વાયરલ થઈ રહ્યો છે.

Fact check :-
વાયરલ વિડિઓને રિવર્સ ઇમેજ સર્ચ અને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર એક વિડિઓ મળી આવે છે. આ વિડિઓ Acupressure tips : Diabetes ટાઇટલ સાથે જોવા મળે છે, જે બાદ આ યુટ્યુબ ચેનલ ચલાવનાર Neeta Sheth નામ જાણવા મળે છે. Neeta Sheth દ્વારા જ કોરોના પર આપેલ માહિતીનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.

ત્યારબાદ ફેસબુક પર Neeta Shethના એકાઉન્ટ સર્ચ કરતા, વાયરલ વિડિઓ “Corona virus thi kem bachvu” ટાઇટલ સાથે 11 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવ્યો છે, તેમજ તેઓ એક M.D. at Acupressure therapist નામથી પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે, ભારતમાં કોરોના વાયરસ પર સરકાર દ્વારા 24 માર્ચના લગાવવામાં આવ્યું હતુ. આ ઉપરાંત વિડિઓમાં કોરોના વાયરસથી બચવા જે ઉપાય Neeta Sheth દ્વારા જણાવવામાં આવ્યો છે, તે માત્ર તેમનો અભિપ્રાય માની શકાય. WHOએ પણ કોરોના વાયરસ પર ફેલાયેલ તમામ ભ્રામક ખબરો નું ખંડન કર્યું છે.

વાયરલ વિડિઓ પર કરવામાં આવેલ દાવા મુજબ Neeta Sheth લીલાવતી હોસ્પિટલ મુંબઇના ડોક્ટર હોવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા acupressure.neetasheth નામથી વેબસાઈટ જોવા મળે છે. વેબસાઈટ પર આપેલ માહિતી પ્રમાણે તેઓ એક Acupressure therapist છે અને તેઓ ગુજરાત અમદાવાદ રહે છે.

Conclusion :-
વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો “લીલાવતી હોસ્પિટલ મુંબઇ ના ડોક્ટર” હોવાનું મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. વિડિઓ સાથે જે વ્યક્તિ છે તે નીતા શેઠ છે, જેઓ ગુજરાત અમદાવાદ રહે છે અને એક્યુપ્રેસર થેરાપી પર કામ કરી રહ્યા છે. તેઓ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યા છે. તેમજ વાયરલ વિડિઓ પર કોરોના વિશે જે માહિતી આપવામાં આવેલ છે, તે એક કોરોના વાયરસથી બચવા માટેના ઉપાય માંથી એક કહી શકાય, જે ઉપાય કોઈ પ્રમાણિત ઉપચાર નથી.
- Tools :-
- Youtube
- Keyword Search
- Reverse Image Search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)