Wednesday, March 26, 2025

Coronavirus

મહારાષ્ટ્રમાં 15 દિવસનું Lockdown લાગુ કરવામાં આવ્યું હોવાની ભ્રામક માહિતી વાયરલ, જાણો શું બંધ રહેશે

banner_image

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ ગેવ્યેસિસે ચેતવણી આપતા કહ્યુ છે કે, coronavirus હાલમાં તો આપણી વચ્ચેથી જવાનો નથી અને લાંબા સમય સુધી તે રહેવાનો છે. તેમણે દુનિયાને સતર્ક રહેવા માટે અપીલ કરીને કહ્યુ છે કે, એશિયા અને મિડલ ઈસ્ટના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ કોરોનાની વેક્સીન પણ આપવામાં આવી રહી છે. (Lockdown)

દેશમાં coronavirus ની બીજી લહેર આવી છે, જેણે તબાહી મચાવી છે. આ બીજી લહેરથી દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે, દરરોજ 50 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં Lockdown લાગુ થવાની અટકળો ચાલી રહી હતી.

Lockdown
Facebook 1 NewsWebsite facebook

ન્યુઝ સંસ્થાન atthistime , gujarati.webdunia અને કેટલાક ફેસબુક યુઝર્સ દ્વારા “મહારાષ્ટ્રમાં 15 દિવસનું લોકડાઉન, સાથે ક્લમ 144 પણ પણ લાગુ” અને “મહારાષ્ટ્રની ખતરનાક સ્થિતિ, નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન” હેડલાઈન સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરવામાં આવેલ છે. Lockdown

Factcheck / Verification

ભારતમાં કોરોના વાયરસ (CoronaVirus) નો કેર સતત વધી રહ્યો છે. રોજેરોજ ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. સ્થિતિ કાબૂ બહાર જણાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.84 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 1027 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે એવા 10 રાજ્યોની યાદી બહાર પાડી છે જ્યાં ઝડપથી નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી ખરાબ

મહારાષ્ટ્રમાં મંગળવારે coronavirus ના 60,212 નવા કેસ નોંધાયા હતા અને 281 લોકોના મોત થયા. સ્થિતિ જોતા રાજ્ય સરકારે 14 એપ્રિલ રાતે 8 વાગયાથી 15 દિવસ માટે રાજ્યવ્યાપી ‘કર્ફ્યૂ’ લગાવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં હવે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3519208 થઈ ગઈ છે. જ્યારે કુલ 58,526 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. Lockdown

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં Lockdown લાગુ થવાની અટકળોનો અંત આવ્યો છે અને આજથી આંશિક લોકડાઉન લાગી રહ્યું છે. આજે રાત્રે 8 વાગ્યાથી અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ થઇ રહ્યા છે અને આ પ્રતિબંધોને કારણે આજે મુંબઈ સહિતના શહેરોમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Lockdownn

ન્યુઝ સંસ્થાન livemint, hindustantimes, economictimes અને gujaratsamachar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આખા રાજ્યમાં આવનારા 15 દિવસ સંચાર બંધી લાગુ કરવામાં આવશે. તમણે Lockdown શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘બ્રેક ધ ચેઇન’ એવું નામ આપ્યું છે.

Lockdown

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જરુરી સેવાઓને છોડીને તમામ ઓફિસો બંધ રહશે. જો કે બેંક, ઇ કોમર્સ, મીડિયા, ગાર્ડ, પેટ્રોલ પંપ વગેરેને આમાંથી છૂટ આપવામાં આવી છે. રેસ્ટોરેન્ટ ખુલા રહેશે, પરંતુ ત્યાં બેસીને ખાઇ શકાશે નહીં. રેસ્ટોરન્ટ માત્ર હોમ ડિલવરી અને ટેક અવે માટે ખુલી રહેશે. Lockdown

મજૂરો, રીક્ષાચાલકો અને આદિવાસીઓને સહાય

ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરતા કહ્યું કે 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. રિક્ષા ચાલકોને પણ 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અમે ફક્ત કોવિડ સંબંધિત સુવિધાઓ માટે 3300કરોડ રૂપિયા અલગ રાખ્યા છે. ઉદ્ધવ સરકારે સાડા પાંચ હજાર કરોડની આર્થિક સહાયનું પેકેજ તૈયાર કર્યું છે. જે લોકો પાસે રાશનકાર્ડ હશે તેમને ત્રણ મહિના સુધી મફતમાં રાશન આપવાની જાહેરાત પણ ઉદ્ધવ ઠાકરેએ કરી છે.

Facebook Live

Conclusion

મહારાષ્ટ્રમાં 15 દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાની પોસ્ટ તદ્દન ભ્રામક છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં Lockdown જેવા જ નિયમો લાગુ, સીએમ ઉદ્ધવે બ્રેક ધી ચેઇન અભિયાનની કરી શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યમાં 15 દિવસનો કડક કર્ફ્યુ રહેશે. જયારે ન્યુઝ સંસ્થાન અને ફેસબુક યુઝર્સ દ્વારા લોકડાઉન લાગુ થયું હોવાની ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

livemint
hindustantimes
economictimes
gujaratsamachar
ANI

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,571

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage