Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
ગુજરાતની હોસ્પિટલોમાં Remdesivir Injectionની અછત છે. રાજ્ય સરકાર આ મામલે રોજ ખુલાસા કરે છે, ક્યાં કેટલો જથ્થો પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાં જે સ્ટોકમાં દર્દીઓ આવી રહ્યા છે, તેટલો સ્ટોક ઈન્જેક્શનનો નથી. દર્દીઓના સગાઓને એક ઈન્જેક્શન લેવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે. ડિમાનડ એટલી વધી ગઈ કે, ઝાયડસ કેડિલા કંપનીને પણ હાલ સ્ટોક નથી તેવી જાહેરાત કરવી પડી.
આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા Remdesivir Injectionની લ્હાણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા સુરતમાં રાહત દરે અને ક્યાંક ફ્રીમાં ઈન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ, ઈન્જેક્શનને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર ન્યુઝ ચેનલ TV9 ની બ્રેકીંગ પ્લેટ પર “રસી અમારી છે અમે ગમે તે કરીએ તમે કોણ પૂછવા વાળા : પાટીલ” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા Remdesivir Injectionની લ્હાણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા સુરતમાં રાહત દરે અને ક્યાંક ફ્રીમાં ઈન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ, ઈન્જેક્શનને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. જે અંગે વાયરલ પોસ્ટ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક akilanews ,divyabhaskar અને sandesh ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી 1000 જેટલાં ઈન્જેક્શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે Remdesivir Injection લેવા માટે ઊમટી પડ્યા છે.
જો ખાનગી હોસ્પિટલો અને જિલ્લા કલેકટર તરફથી ફાળવવા માટે ઈન્જેકશન ન હોય તો ભારતીય જનતા પાર્ટી પાસે Remdesivir Injection ક્યાંથી આવ્યાં એ એક મોટો પ્રશ્ન છે. સીઆર પાટીલ ક્યાંથી ઈન્જેક્શન લાવ્યા તે વિશે મુખ્યમંત્રીએ પણ કહ્યું કે, એ તો એમને જ પૂછો.
ત્યારે આ મામલે વિવાદ થતા સીઆર પાટીલે સ્પષ્ટતા કરી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ પંચમહાલના મોરવામાં મોરવાહડફ પેટાચૂંટણી માટે સમીક્ષા બેઠક કરવા આવ્યા હતા. ત્યારે સીઆર પાટીલે Remdesivir Injection મામલે મોટું નિવેદન આપ્યું હતું કે, સુરત ભાજપના કેટલાક મિત્રોએ બજાર ભાવે ઈન્જેક્શન ખરીદ્યા હતા. સરકાર એની રીતે સારી વ્યવસ્થા કરી જ રહી છે, પરંતુ સુરત ભાજપે પોતાની રીતે પૂરક વ્યવસ્થા કરી છે. ઈન્જેક્શન ભાજપના માધ્યમથી વિતરણ કરી રહ્યા છીએ. જરૂરિયાત મંદોને Remdesivir Injection આપવામાં આવશે.
આ સમગ્ર મામલે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સ્પષ્ટતા કરતા આપવામાં આવેલ નિવેદન 1st Bharat News દ્વારા યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. કોરોનાની ઉદ્ધભવેલી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે નિર્દોષ ભાવથી ઇન્જેકશનો અપાયા છે. એમાં કોઇ બીજો ઇરાદો નથી. તમામ માટે મફતમાં Remdesivir Injectionની ફાળવણી કરવામાં આવી છે. નવસારી માટે 100 અને સુરત શહેર માટે 900 ઇન્જેકશનો વિતરણ કરાયા છે.
ન્યુઝ ચેનલ TV9ના બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. આ મામલે સી.આર.પાટીલ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવા માં આવ્યું હતું કે તમામ માટે મફતમાં Remdesivir Injectionની ફાળવણી કરવામાં આવી છે. નવસારી માટે 100 અને સુરત શહેર માટે 900 ઇન્જેકશનો વિતરણ કરાયા છે.
Bharat News
akilanews
divyabhaskar
sandesh
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
March 14, 2025
Dipalkumar Shah
February 21, 2025
Dipalkumar Shah
February 14, 2025