ગઈકાલે સોશ્યલ મીડિયા પર અને કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો કરતી ખબર પ્રકાશિત કરવામાં આવી હતી. ફેસબુક પર “અમિતાભ બચ્ચનનો સ્વૉબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ છેલ્લાં 12 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. જોકે, હજી પણ બિગ બી એકાદ-બે દિવસ હોસ્પિટલમાં જ રહેશે” કેપશન સાથે આ ખબર વાયરલ કરવામાં આવી હતી.




Fact check / verification
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાનો દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ અમિતાભ બચ્ચને પોતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો ભ્રામક હોવાની માહિતી આપેલ છે.


ટ્વીટર પર અમિતાભ બચ્ચન દ્વારા TIMES NOWના વિડિઓ પર ટ્વીટ મારફતે જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં તેઓએ વાયરલ થઈ રહેલ તમામ દાવાઓ ભ્રામક અને ન્યુઝ સંસ્થનો દ્વારા ફેક ન્યુઝ ચલાવવા પર સ્પષ્ટતા કરી હતી.
Conclusion
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ દાવા પર અમિતાભ બચ્ચને ટ્વીટર પર તમામ ખબરો ફેક ન્યુઝ હોવાની માહિતી આપેલ છે.
Result : ભ્રામક દાવો (Misleading)
- our source
- News Reports
- Keyword Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)