ક્લેમ :-
અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો.
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ દ્વારા જયારે દિલ્હી નિઝામુદીનમાં તબલીગી જમાતના પ્રસંગમાં હાજર રહેનાર લોકોની શોધખોળ શરૂ કરતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. વાયુરલ પોસ્ટમાં લખવામાં આવેલ શબ્દો કંઈક આ પ્રમાણે છે ‘અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો’
આ વાયરલ દાવાનું સત્ય તપાસવા માટે કીવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જેમાં ABPઅસ્મિતા દ્વારા પણ આ દાવા પ્રમાણે ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવી છે. ABPઅસ્મિતાના ન્યુઝ રિપોર્ટની હેડલાઈન કંઈક આ પ્રમાણે છે.’અમદાવાદ: સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ કરવા ગયેલા પોલીસ અધિકારીઓ પર સ્થાનિકોએ કર્યો પથ્થરમારો’ (ABP અસ્મિતા દ્વારા ખોટા દાવા સાથે ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવી છે.)


ત્યારબાદ દિવ્યભાસ્કર દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે પ્રમાણે આ ઘટના તબલીગી જમાતના લોકોની શોધખોળ દરમિયાન નહીં પરંતુ ગોમતીપુરના રોડ પર લોકોના ટોળા એકઠા થયા હોવાની ખબર મળતા પોલીસ લોકોને ઘરમાં રહેવા અને ટોળા વિખેરવા માટે ગયા હતા તે દરમિયાન સ્થાનિકો સાથે બોલાચાલી થતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે.
આ ઘટનાની સંપૂર્ણ સત્યતા જાણવા માટે અમે ગોમતીપુર પોલીસ સ્ટેશન પર ફોન કરી આ વાતની સત્યતા જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં જવાબમાં પોલીસ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે “રાજ્યમાં પોલીસ દ્વારા સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કેમેરામાં ગોમતીપુરમાં જાણવા મળ્યું કે લોકોના ટોળા ભેગા થયા છે તેના અળધારે પોલીસ ટોળા વિખેરવા ગઈ હતી. પોલીસ દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી જેને લઇ પોલીસ પર લોકોએ પથ્થર મારો કર્યો હતો. આ ઘટનામાં એક કોન્સ્ટેબલને ફ્રેક્ચર થયું છે. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે”
વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ દાવો તદ્દન ભ્રામક છે, જેને ફેસબુકના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ભ્રામક દાવો ગુજરાતની ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની વેબ ટિમ દ્વારા પણ પબ્લિશ કરવામાં આવ્યો છે. જયારે ગોમતીપુર પોલીસ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે આ પથ્થરમારાની ઘટના તબલીગી જમાતના લોકોની શોધખોળ દરમિયાન બનેલ નથી.
SOURCE :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORT
Call Verification
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)