Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Daily Reads
ગુજરાતમાં માલ્ટા ફીવર મામલે એક રિપોર્ટ આવ્યો છે. ચાંદીપુરા વાયરસના હજુ પણ કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન ગુજરાતમાં હાથ ધરાયેલા તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે, ગુજરાત માલ્ટા ફીવર જેવા રોગના જોખમ મામલે સંવેદનશીલ રાજ્ય છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તેના કેસ નોંધાવાનું હજુ ચાલુ જ છે. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યમાં કઇ બિમારીઓનું જોખમ હોઇ શકે છે તે અત્યારથી જ બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સેન્ટર ફોર વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તબીબી અભ્યાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
એક અભ્યાસ (OHRAD) વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, પ્રાણીઓ અને બેક્ટેરિયાથી કેવા પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને વ્યાપકપણ ફેલાઈ શકે છે. આ કવાયતમાં ગુજરાત માલ્ટા ફીવર અને રેબીઝ મામલે સંવેદનશીલ હોવાનું સામે આવ્યું છે. જો કે, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં માલ્ટા તાવનો એક પણ કેસ નોંધાયો નથી.
દરમિયાન ન્યૂઝચેકરે આ રિપોર્ટ અને માલ્ટા ફીવર વિશે વધુ જાણવાની કોશિશ કરી.
મેડિકલ ઍક્સપર્ટ અને વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર માલ્ટા ફીવરને કોબ્રુસેલોસિસ કહેવામાં આવે છે. જે બ્રુસેલા બેક્ટેરિયાથી થતો રોગ છે. બ્રુસેલોસિસ ચેપગ્રસ્ત પ્રાણીઓનું દૂધ પીવાથી, બિનપાશ્ચરાઇઝ્ડ દૂધના ઉત્પાદનો ખાવાથી અને ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી થાય છે.
આ માટે ડૉક્ટર તમને ઓછામાં ઓછી બે પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ આપશે. તમારે તેમને ઓછામાં ઓછા છથી આઠ અઠવાડિયા સુધી લેવી પડશે. જો લક્ષણો વધુ ગંભીર હોય તો લક્ષણોના આધારે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવશે.
નિષ્ણાતો કહે છે કે, માલ્ટાના તાવને બ્રુસેલોસિસ કહેવાય છે.
અત્રે નોંધવું કે, આ રિપોર્ટ તૈયાર કરવામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થની ભૂમિકા હતી.
ગુજરાતમાં માલ્ટા ફીવર (બ્રુસેલોસિસ) મામલેના રિપોર્ટ વિશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ-ગાંધીનગરના ડાયરેક્ટર દીપક સક્સેનાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “સૌપ્રથમ તો જે રિપોર્ટ આવ્યો છે તે એક ઍકેડમિક રિસર્ચ રિપોર્ટ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ધ્યાને રાખીને તેને તૈયાર કરાયો હતો. તેમાં માલ્ટા ફીવર, રેબિઝ સહિતની બીમારીઓ વિશે વાત કરવામાં આવી છે. ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસ, લંપી વાઇરસ સહિતના વાઇરસ ભૂતકાળમાં ફેલાયા છે. અને તે પશુઓ દ્વારા મનુષ્યો સુધી ટ્રાન્સમિટ થયાના કિસ્સા હોવાથી અમે ‘વન હેલ્થ’ના કન્સૅપ્ટ હેઠળ રિસર્ચ હાથ ધર્યું છે. જેમાં મનુષ્યના આરોગ્યને આઇસોલેટ નથી રાખવામાં આવતું. તેમાં પશુઓ અને પર્યાવરણની મનુષ્યના આરોગ્ય પર થતી અસરોને સાંકળીને એક વ્યાપક અભિગમ હેઠળ સમગ્રતમ આરોગ્યને ધ્યાને લેવામાં આવ્યું છે.”
“ભૂતકાળમાં ઘણા વાઇરસ મનુષ્યમાં એટલે ટ્રાન્સમિટ થયા છે કેમ કે તેઓ એ વાઇરસ ધરાવતા પશુઓના સંપર્કમાં અથવા તેમના મળમૂત્રના સંપર્કમાં આવ્યા હોય. લેપ્ટોસ્પાયરોસિસ તેનું ઉદાહરણ છે, તે બીમારીગ્રસ્ત પશુના મૂત્રના સંપર્કમાં આવવાથી થયો હતો.”
“ગુજરાત અને રાજસ્થાન જ્યાં પશુઓની સંખ્યા અને પશુપાલનની ગતિવિધિનું પ્રમાણ નોંધપાત્ર છે તેને ધ્યાને લેતા રાજ્યમાં ભવિષ્યમાં માલ્ટા સહિતના પશુમાંથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થઈ શકતા વાઇરસ કે રોગોનું કેવું જોખમ હોઈ શકે તે વિશે રિસર્ચ કરાયું છે. એનો અર્થ એ નથી કે ગુજરાતમાં માલ્ટા ફીવર ફેલાવાનો છે. આ માત્ર ભૂતકાળની વાઇરસ કે જાહેર આરોગ્યની સ્થિતિની હિસ્ટ્રીના આધારે ભવિષ્યમાં રહેલા જોખમો વિશે રિસર્ચ કરવાનો એક પ્રયાસ છે.”
“વન હેલ્થ મિશન હેઠળ અમે તેમાં કૃષિ યુનિવર્સિટીના વેટરનિટી એક્સપર્ટ, એન્વાર્ટમેન્ટલ સાયન્સના એક્સપર્ટ સહિતની ટીમ સાથે કામ કર્યું છે. આ એક મલ્ટિડિસિપ્લિનરી અને ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ છે. ભવિષ્યના જોખમો કે સંભવિત જોખમો વિશે રિસર્ચનો આ એક સર્વગ્રાહી પ્રયાસ છે. વૈશ્વિક રીતે જોઈએ તો ભૂતકાળમાં માલ્ટા ફીવર પશુમાંથી મનુષ્યમાં ફેલાયા હોવાના કિસ્સા છે. આથી ભાવિ તૈયારીરૂપે સમગ્રતય જાહેર આરોગ્ય સામેના જોખમોને ઓળખી તે માટે તૈયાર રહેવાનો અભિગમ દાખવવામાં આવ્યો છે.”
વળી નિષ્ણાતો અનુસાર સુરતમાં ફેલાયેલ પ્લૅગની બીમારી પણ વન હેલ્થના કન્સૅપ્ટને ચરિતાર્થ કરે છે. તે બીમારી પણ એનિમલ ટુ હ્યુમન ટ્રાન્સમિશનનું જ ઉદાહરણ હતું. તદુપરાંત હડકવા એટલે કે રેબિઝને પણ આ જ શ્રેણી હેઠળ મૂકવામાં આવે છે. કેમ કે તે સંક્રમણ પણ પશુથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થતું હોય છે. જેથી રિપોર્ટમાં રેબિઝનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે.
નિષ્ણાત અનુસાર ભૂતકાળમાં થયેલા રિસર્ચ અનુસાર ગુજરાતમાં પશુઓમાં માલ્યા સંક્રમણની હાજરી જોવા મળી હતી. અને તે મનુષ્યમાં સંક્રમિત થઈ શકતું સંક્રમણ છે.
Telephonic Interview with IIPHG director Dr Deepak Saxena
National Journal of Integrated Research in Medicine
National Library of Medicine
Report by ResearchGate
WHO Report
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
January 8, 2025
Dipalkumar Shah
August 27, 2024
Prathmesh Khunt
November 15, 2022