સોશ્યલ મીડિયા પર નેશનલ હાઇવેની સર્વિસ અંગે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હાઇવે પર ગાડી બંધ પડે તો ટોલ પ્લાઝા એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવે છે. વાયરલ મેસેજ વોટસએપ અને ફેસબુક યુઝર્સ મહારાષ્ટ્ર ગ્રાહક સુરક્ષા સમિતિ રાજ્ય પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામ સાથે શેર કરી રહ્યા છે.
વાયરલ મેસેજ :
ટોલ ફ્રી રસીદની કિંમત સમજો અને તેનો ઉપયોગ કરો*
- પ્રો. રંજના પ્રવિણ દેશમુખ*
મહારાષ્ટ્ર – રાજ્ય અધ્યક્ષ ગ્રાહક સુરક્ષા સમિતિ
“ટોલ બૂથ પર મળેલી આ રસીદમાં શું છુપાયેલું છે? અને શા માટે તેને સાચવવું જોઈએ?
તેના વધારાના ફાયદા શું છે?” ચાલો આજે જાણીએ.
- જો તમારી કાર ટોલ રોડ પર મુસાફરી કરતી વખતે અચાનક અટકી જાય, તો ટોલ કંપની તમારી કારને ટોઇંગ કરવા માટે જવાબદાર છે.
- જો એક્સપ્રેસ હાઈવે પર તમારી કારમાં પેટ્રોલ સમાપ્ત થઈ જાય અથવા બેટરી છૂટી જાય, તો ટોલ કલેક્શન કંપની તમારી કારના સ્થાને આવવા અને પેટ્રોલ અને બાહ્ય ચાર્જિંગ પ્રદાન કરવા માટે જવાબદાર છે. તમારે કૉલ કરવો જોઈએ. તમને દસ મિનિટમાં મદદ મળશે અને તમે 5 થી 10 લીટર પેટ્રોલ મફતમાં મેળવો. જો કારમાં પંચર પડી જાય તો પણ તમે આ નંબર પર સંપર્ક કરી મદદ મેળવી શકો છો.
- જો તમારી કાર અકસ્માતમાં સંડોવાયેલી હોય, તો પણ તમે અથવા તમારી સાથેના કોઈપણ વ્યક્તિએ પહેલા ટોલ રસીદ પર આપેલા ફોન નંબર પર સંપર્ક કરવો જોઈએ.
- જો તમે કારમાં મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે જો કોઈ વ્યક્તિની તબિયત અચાનક બગડી જાય, તો તે વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી શકે છે. આવા સમયે એમ્બ્યુલન્સ તમારા સુધી પહોંચાડવાની જવાબદારી ટોલ કંપનીઓની છે.
જેમને આ માહિતી જાણવા મળી છે તેમણે તેને બને તેટલા લોકો સુધી પહોંચાડવી જોઈએ. એક્સપ્રેસવેનો સૌથી મોટો ફાયદો સમયની બચત છે.
- પ્રો. રંજના પ્રવિણ દેશમુખ*
મહારાષ્ટ્ર – રાજ્ય પ્રમુખ
ગ્રાહક સુરક્ષા સમિતિ

Fact Check / Verification
હાઇવે પર ગાડી બંધ પડે તો ટોલ પ્લાઝા એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવતું હોવાના દાવા અંગે NHAI (નેહસનલ હાઇવે એથોરિટી ઇન્ડિયા)ની ઓફિશ્યલ વેબસાઈટ પર ટોલ પ્લાઝા તરફથી આપવામાં આવતી સેવાઓ અંગે તપાસ શરૂ કરી. અહીંયા જોવા મળતી માહિતી મુજબ Indian Highways Management દ્વારા 1033 હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

1033 હેલ્પલાઈન હાઈવે ઓપરેશન સુવિધાઓ જેમ કે ટોલ પ્લાઝા એમ્બ્યુલન્સ, પેટ્રોલ વ્હીકલ, ક્રેન વગેરે સાથે સંકલિત છે. હાઇવે પર અકસ્માતનો ભોગ બનેલા લોકોને એમ્બ્યુલન્સ, હાઈવે પેટ્રોલ વ્હીકલ અને ક્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
આ ઉપરાંત, Newschecker મરાઠી ટિમ દ્વારા વાયરલ દાવા અંગે સચોટ માહિતી માટે NHAIનો સંપર્ક કર્યો હતો. NHAI દ્વારા વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા અપાતા જણાવ્યું કે હાઇવે એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવતું નથી. વાયરલ મેસેજ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Conclusion
મહારાષ્ટ્ર ગ્રાહક સુરક્ષા સમિતિ રાજ્ય પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામ સાથે હાઇવે એથોરિટી અંગે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક છે. હાઇવે પર ગાડી બંધ પડે તો ટોલ પ્લાઝા એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવતું નથી. NHAI દ્વારા વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Official Website Of NHAI
Telephone conversation with NHAI
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044