Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે વધારો થતા ગુજરાતના કેટલાક મહાનગરોમાં પેટ્રોલ 100રૂ ને પાર પહોંચી ગયું છે. સોશ્યલ મીડિયા પર લોકોનું કહેવું છે એક તરફ અમારી આવક ઘટી છે અને ભાવ વધારો થઈ રહ્યો છે, બીજી તરફ નવરાત્રીના પ્રથમ દિવસે અને ગાંધીનગર ચૂંટણી જીતવા પર આપવામાં આવેલ ગિફ્ટ રૂપે ભાવ વધારો કરવામાં આવ્યો હોવા જેવી અનેક કટાક્ષ કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે “પેટ્રોલ ડીઝલ ના ભાવે ભુક્કા બોલાવી દીધા, જરૂર જોઈ લો” ટાઇટલ સાથે ન્યુઝ આર્ટિકલની લિંક શેર કરવામાં આવેલ છે. અહેવાલ સાથે દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. “પેટ્રોલ ડીઝલ ના ભાવે ભુક્કા બોલાવી દીધા, જરૂર જોઈ લો” હેડલાઈન સાથે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પર પૂર્વ ડેપ્યુટી સી.એમ નીતિન પટેલની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે વાયરલ થયેલ ન્યુઝ અહેવાલ મુજબ પેટ્રોલના ભાવ 7.7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન vtvgujarati, zeenews, business-standard અને outlookindia દ્વારા ગુજરાતમાં પેટ્રોલના ભાવ વધારા અંગે પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ પેટ્રોલની કિંમતમાં 30 પૈસા અને ડીઝલની કિંમતમાં 38 પૈસાનો વધારો થયો છે, આ સાથે રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100રૂ વટાવી ચૂકી છે.
પેટ્રોલની કિંમતમાં છેલ્લા 10 દિવસમાં થયેલા ભાવ વધારા અંગે tv9gujarati અને economictimes દ્વારા લાઈવ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ ઓગષ્ટ 26 થી ઓક્ટોબર 8 સુધીમાં કુલ 2 રૂ જેટલો ભાવ વધારો પેટ્રોલમાં નોંધાયો છે. જયારે બ્વયાર્લ પોસ્ટ સાથે કુલ 7.7 રૂપિયાનો વધારો થયો હોવાની માહિતી શેર કરવામાં આવેલ છે.
Conclusion
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે ચાલી રહેલ સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે પેટ્રોલની કિંમતમાં 7.7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે. પેટ્રોલિયમ ડીલર એશોસીયેશન પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા અને ડીઝલની કિંમતમાં 38 પૈસાનો વધારો નોંધાયો છે.
Result :- MISPLACED CONTEXT
Our Source
tv9gujarati
economictimes
vtvgujarati
zeenews
business-standard
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.