ક્લેમ :-
“અમદાવાદ શહેરમાં ન્યુ યુ.એન.મેહતા હોસ્પિટલ માં સી.સી.ટી.વી. ફુટેજ એટલે કે (વિડિઓ) ડરનો મોહલ જોવામાં આવ્યો છે.” આ દાવા સાથે સોશિયલ મિડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ભૂત કે ડરના માહોલ રૂપે વાયરલ કરવામાં આવ્યો છે.

વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર આ વિડિઓને અમદાવાદમાં આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલના પાર્કિંગમાં કોઈ ભૂત-પ્રેત કે અજાણી શક્તિ દ્વારા સિડી ચાલતી હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
આ વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે અમે આ વિડિઓના સ્ક્રીન શોટને ગુગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન aajtak દ્વારા આ વિષય પર એક ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે આ ઘટના યુપીના મહાગુણ સોસાયટીના પાર્કિંગનો છે.

આ ઉપરાંત જયપુરના sms હોસ્પિટલના નામ પર પણ આ વિડિઓ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો, જેના પરિણામ રૂપે યુટ્યુબ પરથી એક રાજેસ્થાન યુટ્યુબ ન્યુઝ ચેનલ khn news પર આ વિષય પર ન્યુઝ રિપોર્ટ આપતો વિડિઓ અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં તે આ વિડિઓ જયુપુર નો નહીં અને તેમજ આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા પર માહિતી આપે છે.
આ વિડિઓને ધ્યાન પૂર્વક જોતા આપ જોઈ શકશો કે સિડી ઢાળ વાળી જગ્યા પર ઉભી કરેલ છે અને જોરદાર પવન ફૂંકાવાના કારણો સાર સિડી ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે. વાયરલ વિડિઓમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે કોઈપણ ભૂત-પ્રેતના અસરના કારણે આ સિડી ચાલી નથી રહી, ઉપરાંત આ વિડિઓ અમદાવાદ કે જ્યૂપુરની કોઈ હોસ્પિટલનો નથી.
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044 )