ક્લેમ :-
સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરિયા કિનારા પર ખૂબજ ઊંચા મોજા જોવા મળી રહ્યા છે.
Last night marine lines #Mumbai #rain #sea #nature #GlobalWarming #GlobalClimateStrike #GretaThunberg #India #danger pic.twitter.com/0nw1rgfjwW
— BUNTYBABATV (@buntygw) November 3, 2019
વિડિઓમાં, આ મોજા રસ્તા પર અથડાયા હતા,અને હાઈટાઇડની સ્થિતિ સર્જાઈ છે. વીડિયો સાથે લખેલા વર્ણન મુજબ આ વીડિયો મુંબઈની મરીન લાઇનનો છે. જયારે અમને અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો ઓમાનના મસ્કતનો છે.
વેરીફીકેશન :-
આ પોસ્ટની તપાસ કરવા માટે અને તેની સત્યતા તપાસવા માટે અમે પ્રથમ આ વિડિઓને બારીકાઈથી જોયો. વિડિઓ 16 સેકંડનો છે. વિડિઓમાં ગુંબજ જેવી ઇમારત બતાવવામાં આવી છે. વિડિઓમાં, એક સાઇન બોર્ડ 10 સેકંડમાં જોઇ શકાય છે, જેના પર અલ બહરી રોડ લખાયેલ છે. બોર્ડ ઉપર ઉપર ઉર્દુમાં કંઇક લખેલું પણ છે. જ્યારે મરીન લાઈન પર મુંબઈમાં સાઇન બોર્ડ ઉર્દુમાં નહીં, પરંતુ હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલા છે.
ત્યારબાદ અમે હાઇ ટાઈડ કીવર્ડ્સ સાથે શોધ કરી અને જાણવા મળ્યું કે ઓમાન સમાચાર વેબસાઇટ્સે ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર આ વિડિઓ અપલોડ કરી છે. વિડિઓ 28 ઓક્ટોબરના રોજ અપલોડ કરવામાં આવી હતી. “ઓમાનના દરિયા કાંઠે હાઈટાઇડ સર્જાયું હતું.” જેની વાતની ખરાઈ કરતા ઓમાન ન્યુઝ એજન્સીના રિપોર્ટ અને ટ્વીટ પણ જોવા મળે છે.
જયારે આ વિડીઓ ફેસબુક પર અને ટ્વીટર પર કેટલાક યુઝર્સ દ્વારા મુંબઈના મરીન લાઈનનો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. ટ્વીટર પર આ વિડીઓ સાથે દાવો કરવામાં આવ્યો છે,” જુઓ મુબઈ મરીન ડ્રાઈવ ,ગ્લોબલ વોર્મિંગ” સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ સાથે એક યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ વિડીઓ જોવા મળે છે જે આ હાઈટાઇડનો છે અને જે 5 મિનીટનો વિડીઓ છે, જેના પરથી પણ સાબિત થાય છે આ વિડીઓ ઓમાનના દરિયાનો છે.
વાયરલ વિડીઓમાં કરવામાં આવેલા દાવા ખોટા સાબિત થાય છે, વિડીઓ મુંબઈ નહી પણ ઓમાનના દરિયા કિનારાનો છે, જેને મુંબઈનો બતાવી વાયરલ કરવામાં આવ્યો છે. જે વાતની પૂર્તિ ઓમાન ન્યુઝ એજન્સી દ્વારા થાય છે. આ સાથે વિડીઓમાં જે દર્શ્યો જોઈ શકાય છે એ પ્રમાણે આ વીડીઓ મુંબઈ મરીન લાઈનનો નથી.
ટુલ્સ :-
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
ઓમાન ન્યુઝ રિપોર્ટ
પરિમાણ :- ખોટા દાવા (ફેક ન્યુઝ)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો [email protected])