ક્લેમ :-
ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ ગુજરાતમાં ગરબા રમતા જોવા મળ્યા..
Morarji Desai playing dandiya! Love the energy! #Navratri2019 #dandiyanight pic.twitter.com/JPugXI4QpJ
— Vibhinna Ideas (@Vibhinnaideas) October 3, 2019
વેરિફિકેશન :-
ટ્વીટર પર એક વિડિઓ થોડા સમયથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓમાં એક વૃદ્ધ પોતાના માથે નહેરુ ટોપી પહેરી દાંડિયા કરતા નજરે પડે છે, ત્યારે આ વિડિઓ શેયર કરી સાથે દાવો કરવામાં આવ્યો છે કે દાંડિયા લેનાર વૃદ્ધ મોરારજી દેસાઈ છે. જયારે અમે આ વાયરલ વિડિઓનું સત્ય જાણવાના પ્રયાસ કર્યા ત્યારે સાબિત થયું કે આ વિડિઓની પ્રામાણિકતા સાબિત થાય તેવા કોઈ સાબૂત મળી આવતા નથી.

જયારે આ વિડિઓ સંબંધિત કોઈ ખબર ના મળતા અમે આ વિડિઓ વારંવાર જોયો અને જેમાં અમુક મુદ્દાઓ પકડમાં આવ્યા જેમ કે દાંડિયા રમી રહેલા વૃદ્ધની કદ-કાઠી અને તેનો પહેરવેશ જોઈ શંકા ઉદભવે છે. જે મોરારજી દેસાઈ સાથે મળી આવતું નથી.

આ માટે અમે મોરારજી દેસાઈની તમામ તસ્વીરો શોધવાનો પ્રયાસ કર્યો…




આ તમામ તસવીરો જોઈ ત્યારબાદ એવું જાણવા મળ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ સૌથી વધુ પ્રસંગો પર ચુડીદાર પાયજામા અને ધોતી-કુર્તા પહેરતા હતા.

આ સાથે જ વિડિઓમાં કરી રહેલ નૃત્ય(દાંડિયા) જેનો સંબંધ ગુજરાત સાથે છે, ગરબા (દાંડિયા) ગુજરાતમાં સૌથી વધુ રમવામાં આવે છે.

વાયરલ વિડિઓના તથ્યને વધારે વખોળવા અમે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ ખબરોની તપાસ શરૂ કરી, જેમાં વર્ષ 2008માં દિવ્યભાષ્કર વેબસાઈટ દ્વારા પ્રકાશિત એક લેખ જોવા મળ્યો જે પ્રમાણે આ વાયરલ કલીપમાં દેખાઈ રહેલા વૃદ્ધ મોરારજી દેસાઈ નહિ પરંતુ સ્વ.કુંવરજી નરશી અને તેમના ભાઈ મુળજી નરશી શાહ છે.

આ ઉપરાંત દેશ ગુજરાત નામની એક વેબસાઈટ દ્વારા આ મામલે પુષ્ટિ કરતો એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વાયરલ વિડિઓ એક લગ્ન સમારોહનો છે અને જેમાં મોરારજી દેસાઈ હોવાની વાત ખોટી સાબિત થાય છે.
newschecker.in ની ટિમ દ્વારા આ વાયરલ વિડિઓનું તથ્ય સામે લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાઓ ખોટા સાબિત થાય છે.
વાપરવામાં આવેલા ટુલ્સ
- ગુગલ એડવાન્સ સર્ચપરિણામ :- ખોટા દાવા (ફેક ન્યુઝ)