Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
વેરિફિકેશન
ટ્વીટર પર આજકાલ એક વિડિઓ કલીપ વાયરલ થઇ રહી છે. જેમાં કેટલાક અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફ લોકો પર બેફામ લાઠીઓ વર્ષાવી રહ્યા છે. બીજીબાજુ આ વિડિઓમાં મંદિરના કેટલાક તૂટેલા ભાગ દેખાઈ રહ્યા છે, સાથે જ એક વ્યક્તિ કેમેરામાં જણાવે છે, અમારા મંદિર તોડવામાં આવ્યા છે. આ તેનો વિરોધ છે, અને મોદીએ અંબાણીને જમીન અપાવવા માટે અનેક મંદિરો તોડવા માટેના આદેશ આપ્યા છે.
Modi demolished 50 Temples.
To give the land to Ambani’s. pic.twitter.com/RAbAqYG6CM— Retweet Sarkar (@GoSlowplz) September 22, 2019
અમદાવાદ નગરપાલિકા માટે આ સબકની વાત હતી. હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા માર્ગ વિકાસમાં આવતા-નડતા તમામ મંદિરો હટાવવામાં આવશે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી ના કરવામાં આવતા આખરે એન્ટી-એન્ક્રોચમેન્ટ સ્કવોડ દ્વારા આ મંદિરો તોડવામાં આવ્યા હતા.
આ વિષય પર એનડીટીવી ન્યુઝ અને ન્યુઝ18નો રિપોર્ટ
આખરે આ મુદ્દે ભવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર કાર્યાલય અને કોર્ટને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં મંદિર તોડવાના આદેશ પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી હતી.
આ વિષય પર ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ
21 નવેમ્બર 2008 ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત ખબરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મંદિરો તોડવા પર રોક લગાવવાના આદેશ આપવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ મુદ્દે વિશ્વ હિન્દૂ પરિષદના અધ્યક્ષ અશોક સિંઘલ સાથે મોદીજી એ એક બેઠક કરી હતી. જેમાં મંદિર તોડવા પર અશોક સિંઘલે ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ વિશ્વ હિન્દૂ પરિષદના સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદીએ આ અભિયાન બંધ કર્યું હતુ. ત્યારે આજે 10 વર્ષ જૂની ખબરને આજના સમયે વાયરલ કરી ફેક ન્યુઝ ફેલાવામાં આવી રહી છે.
પરિણામ- ભ્રામક
Dipalkumar Shah
July 17, 2025
Dipalkumar Shah
July 16, 2025
Dipalkumar Shah
July 15, 2025