ક્લેમ :-
સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, તસ્વીરમાં કેટલાક મુસલમાનો નમાઝ અદા કરી રહ્યા છે. અને આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ નમાઝ બાબરી મસ્જીદમાં પઢવામાં આવેલી છેલ્લી નમાઝ છે.
વાયરલ પોસ્ટમાં તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે “Last prayer offered by Muslims at Babri Masjid” આ દાવા સાથે સોશિયલ મિડિયામાં આ પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.
વેરીફીકેશન :-
- ફેસબુક પર વાયરલ થઇ રહેલ પોસ્ટ
ફેસબુક યુઝર્સ દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બાબરી મસ્જીદમાં પઢવામાં આવેલી છેલ્લી નમાઝ છે. વાયરલ થયા બાદ અમે આ પોસ્ટની સત્યતા તપાસવાના પ્રયાસ શરુ કર્યા, જેમાં પોસ્ટ સાથેના લખાણના કીવર્ડનો ઉપયોગ કરી ગુગલ સર્ચ કર્યું ત્યારે આ પ્રકારની સમાન તસ્વીરો મળી આવી…
بابری مسجد میں آخری نماز کے مناظر pic.twitter.com/Ko1CUgeppw
— Saleem Ahmad (@SaleemA91829655) November 11, 2019
ટ્વીટર પર પણ આ તસ્વીરને ઉર્દુ ભાષામાં બાબરી મસ્જીદની છેલ્લી નમાઝના નામે વાયરલ કરવામાં આવી રહી છે. જે બાદ અમે બાબરી મસ્જીદની કેટલીક તસ્વીરો પણ શોધી કાઢી જેથી દાવો કરવામાં આવી રહેલી તસ્વીરની સત્યતા સમજવામાં સરળતા રહે.
આ પોસ્ટના તથ્યો માટે અમે બાબરી મસ્જીદના ફોટો અને વાયરલ થઇ રહેલા ફોટોની સરખામણી પરથી જણાઈ છે કે આ બાબરી મસ્જીદ નથી. ત્યારબાદ ગુગલ કીવર્ડ મદદ વડે સર્ચ કરતા 5 જુનના દિલ્હીમાં “ફિરોઝ શાહ કોટલા” કિલ્લામાં પઢવામાં આવેલી નમાઝની તસ્વીરો મળી આવી સાથે એક ન્યુઝ આર્ટીકલ પણ મળી આવ્યો જે આ વાતની ખાતરી કરે છે કે આ તસ્વીર ફિરોઝ શાહ કોટલાની છે.
આ સાથે સર્ચ દરમિયાન જોવા મળ્યું કે “પિનઇન્ટરેસ્ટ” નામની વેબસાઈટ પર પણ આ તસ્વીર અપલોડ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે આ તસ્વીર ફિરોઝ શાહ કોટલાની છે. ઉપર મળી આવતા તમામ સુત્રો હિસાબે આ તસ્વીર બાબરી મસ્જીદ નહી પરંતુ દિલ્હીના ફિરોઝ શાહ કોટલાની છે, જેને સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
ટુલ્સ :-
ગુગલ રીવર્સ ઈમેજ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
ગુગલ એડવાન્સ સર્ચ
પરિણામ :- ફેક ન્યુઝ (ખોટા દાવા)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો [email protected])