ક્લેમ :-
સોશિયલ મીડિયા પર એક વીડિયોને વ્યાપક રૂપે શેયર કરવામાં આવી રહ્યો છે, જેમાં આ દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના જલંધરમાં વિજય કોલોની વિસ્તારમાં કેટલીક ઇમારતોની ઉપર પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા છે.
Pakistani flags … in Jalandhar Punjab , this area Vijay Colony is infested with Christian Missionaries @AmitShah @SureshChavhanke @rohitsardaana @ZeeNews @aajtak @amitmalviya pic.twitter.com/GMqn4owAN5
— No Conversion (@noconversion) November 6, 2019
Pakistani flags … in Jalandhar Punjab , this area Vijay Colony is infested with Christian Missionaries @AmitShah @SureshChavhanke @rohitsardaana @ZeeNews @aajtak @amitmalviya pic.twitter.com/vtOtVYymf3
— Hindu Jayesh Sheth (@JayeshS10755194) November 6, 2019
વીડિયોમાં એક માણસને બોલતા સાંભળી શકાય છે. અન્ય બાબતોમાં તે કહે છે, “આ તે પાકિસ્તાની ધ્વજ છે જે આ ક્ષેત્રમાં ખ્રિસ્તી લઘુમતી દ્વારા લહેરાવવામાં આવ્યા હતા, ત્યારબાદ જલંધર મિની પાકિસ્તાન બન્યું.”
વેરીફીકેશન :-
આ દાવો ખોટો છે અને જે ધ્વજ જોઈ શકાય છે તે પાકિસ્તાની ધ્વજ નથી, પરંતુ ઇસ્લામિક ધર્મનો ધ્વજ છે કે જે ઇસ્લામિક પ્રસંગના લીધે ઇમારતો પર લહેરાવવામાં આવ્યા હતા.
ગુગલ પર કીવર્ડની મદદથી અમને 4 નવેમ્બર, 2019 ના રોજ, પંજાબ કેસરી દ્વારા પ્રકાશિત કરેલો એક સમાચાર અહેવાલ મળ્યો. નવેમ્બર 4 ના રોજ પોલીસ સ્થાનિક શિવસેનાના નેતા સાથે જલંધરની વિજય કોલોની પહોંચી હતી, જેમણે માહિતી આપી હતી કે મુસ્લિમ સમુદાય કથિતપણે પાકિસ્તાની ધ્વજ લગાવી રહ્યો છે. અહેવાલ મુજબ, રહીશો દ્વારા ધ્વજને દૂર કરવામાં આવ્યા હતા, જોકે, બાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમુદાયની દલીલ હતી કે રાષ્ટ્રધ્વજ પાકિસ્તાની ધ્વજ નહીં પણ “ઇસ્લામિક ધાર્મિક ધ્વજ” હતા.
શું ખરેખર તસ્વીરમાં બતાવવામાં આવેલ ધ્વજ પાકિસ્તાનનો છે ?
ઉપર આપેલી તસ્વીરમાં અવ્યર્લ થયેલ પાકિસ્તાની ધ્વજ અને બીજી તરફ પાકિસ્તાનનો અસલી ધ્વજ અને તેનો કલર તેમજ કેટલાક તફાવત જોઈ શકાય છે. જે પરથી સાબિત થાય છે કે આ પાકિસ્તાની ધ્વજ નહિ પરંતુ ઇસ્લામિક ધર્મનો ધ્વજ છે. ત્યારબાદ અમે નજીકમાં આવનાર ઇસ્લામિક તહેવાર વિષે સર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે 10 નવેમ્બરના રોજ પ્રોફેટ હઝરત મુહમ્મદની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આ વિસ્તારમાં આ ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા.
તેથી, વિડિઓમાં જે ધ્વજ ઉડતા જોઇ શકાય છે તે પાકિસ્તાનના નથી, પરંતુ ફક્ત ઇસ્લામિક ધ્વજ છે.
ટુલ્સ :-
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
યુટ્યુબ સર્ચ
પરિણામ :- ફેક ન્યુઝ (ભ્રામક ખબર)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)