ક્લેમ :-
સોશિયલ મિડિયામાં ફેસબુક યુઝર્સ “વાયરલ ટાઈમ્સ” દ્વારા એક પોસ્ટ શેયર કરવામાં આવી છે, જેમાં એક વિડીઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.
પોસ્ટ સાથે એક કેપ્શન લખવામાં આવ્યું છે, જેમાં આ ઘટના સુરતની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.“ સુરત..મોબાઈલ સ્નેચીંગનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ” આ દાવા સાથે આ પોસ્ટને 1.7k લોકોએ શેયર કરી છે, અને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વેરીફીકેશન :-
- ફેસબુક પર વાયરલ થઇ રહેલ દાવો
ફેસબુક પોસ્ટમાં વાયરલ કરવામાં આવેલા વિડીઓના તથ્યો તપાસવા માટે અમે ગુગલ રીવર્સ ઈમેજની મદદથી તપાસવાનું શરુ કર્યું. ત્યારે યુટ્યુબ પર પણ આ વિડીઓ મળી આવ્યો જેમાં અલગ-અલગ યુઝર્સ દ્વારા આ વિડીઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.જેમાં એક વિડીઓમાં આ ઘટના અમદાવાદના મણીનગર વિસ્તારની બતાવવામાં આવી રહી છે.
વિડીઓ હકીકતમાં ક્યાં એરિયા ક્યાં વિસ્તાર અને ક્યાં રાજ્યનો છે તે તપાસવા માટે અમે વિડીઓની અલગ અલગ તસ્વીરોને બારીકીથી જોઅવાનું શરુ કર્યું.
જેમાં વિડીઓમાં એક બેનર દેખાઈ રહ્યું છે જે મોબાઈલ સ્નેચિંગની ઘટના પાસે જોવા મળે છે. જેમાં “સન ગ્રેસ ઓપ્ટીશીય્ન” નામનું બેનર જોવા મળે છે.
આ બેનરમાં દેખાતા નામ સાથે જયારે અમે ગુગલ પર તેના વિષે સર્ચ કર્યું ત્યારે આ દુકાનના એડ્રેસ સાથે તસ્વીર પણ મળી આવી છે, જે પરથી સાબિત થાય છે આ ઘટના પંજાબના લુધિયાનાની છે. અહિયાં બીજી નોધનીય બાબત એ છે કે આં ઘટના ૧૧-૬-૨૦૧૯ની છે, અને તેને 8-નવેમ્બરના ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
વાયરલ વિડીઓના તથ્યો સામે આવતા સાબિત થાય છે કે આ વિડીઓ ગુજરાતના સુરત કે અમદાવાદનો નહી પરંતુ પંજાબ લુધિયાનાનો છે. જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ટુલ્સ :-
ગુગલ ઈમેજ સર્ચ
ટ્વીટર સર્ચ
ઇન્વીડ સર્ચ
યાનડેક્ષ સર્ચ
પરિણામ :- ફેક ન્યુઝ (ભ્રામક દાવો)
( નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો [email protected] )