Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
‘ન્યૂઝ 18’ ભારતનો એક શો આર-પારનો એક ગ્રાફિક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેવા ખોટા દાવા સાથે કે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના વડા અબુ બકર અલ બગદાદીની મૃત્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા હતી.
વેરીફીકેશન :-
ઇસ્લામિક સ્ટેટ ઇરાક એન્ડ લેવન્ટ (આઈએસઆઈએલ અથવા આઇએસઆઈએસ)ના જન્મેલા બગદાદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ સીરિયામાં યુએસ સૈન્યની કાર્યવાહી દરમિયાન એક ટનલમાં ભાગ્યા પછી પોતાને એક બોમ્બ વડે ઉડાવી દીધો હોવાના અહેવાંલ આવ્યા છે જેની માહિતી અમેરિકી રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવી હતી.
વાયરલ ઈમેજમાં ન્યુઝ ડિબેટ પ્રોમોમાં નરેન્દ્ર મોદી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બગદાદીની કટ-આઉટ તસવીરો સાથે શોની એક છબી, આર-પારના હોસ્ટ અમિષ દેવગન સાથે વાયરલ કરવામાં આવી છે.
બુલેટિનનું શીર્ષકમાં પણ બદલાવ કરીને તેને ત્રણ તસવીરોની નીચે મૂકવામાં આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે: “ટ્રમ્પે મોદીના દબાણ પછી બગદાદીને ખતમ કરી દીધો.” આ સાથે શીર્ષકની નીચે એક ટેગલાઇન વંચાઈ છે, “દેશની સૌથી મોટી આર-પાર ચર્ચા.” જેના ગ્રાફિક ફેસબુક અને ટ્વિટર પર વાયરલ કરવામાં આવ્યા છે.
#AarPaar
मज़हब के नाम पर राष्ट्रहित दाँव पर!@AMISHDEVGAN pic.twitter.com/XgA2wsPByI— News18 India (@News18India) October 28, 2019
જયારે અમે આ વાયરલ તસ્વીર પાછળનું સત્ય શોધવા પ્રયત્ન કર્યા ત્યારે, અમે ન્યુઝ18ની વેબસાઈત પર તપાસ કરી ત્યારે અમીશ દેવગણ દ્વારા કરવામાં આવેલી તમામ ડીબેટની ચકાસણી કરી હતી. જેમાં જે ડિબેટને લઇ તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે, તે ડિબેટ મળી આવી જેમાં આ પ્રકારના કોઈપણ દાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ જયારે આપણે બન્ને તસ્વીરો સાથે જોઈશું ત્યારે અંદાજો આવશે કે ફોટોમાં લખવામાં આવેલા લખાણના ફોન્ટ(અક્ષર) અલગ છે. જયારે ન્યુઝ એજન્સી દ્વારા પ્રકાશિત તસ્વીરમાં સાચું લખાણ જોવા મળે છે.
यह तस्वीर फ़र्ज़ी है आप बड़ी पार्टी के नेता हैं गाली देने से पहले ज्ञान बढ़ाये । https://t.co/fPMrziq3DZ
— Amish Devgan (@AMISHDEVGAN) October 28, 2019
આ ઉપરાંત અમીષ દેવગણ જેના પર આ આરોપ અને ખોટા દાવા લગાવવામાં આવ્યા હતા, તમેને એક ટ્વીત કરી આ મુદ્દા વિષે ખુલાસો કર્યો હતો. અને કહ્યું હતું કે આ એક એડિટ કરેલી વાયરલ પોસ્ટ છે. ડિબેટના ગ્રાફિક અને હેડલાઈન બદલાવવામાં આવી છે.
નિષ્કર્ષ :- આ તસ્વીર સોશિયલ મિડિયામાં ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ તસ્વીરમાં ન્યુઝ 18ના એક શોના ગ્રાફિક્સને એડિટ કરી તેની હેડલાઈનમાં બદલાવ કરી ફેસબુક અને ટ્વીટર પર શેયર કરવામાં આવી રહી છે.
વાપરવામાં આવેલા ટુલ્સ :-
(ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025