Fact Check
બૃજ ખલીફા પર ટીપું સુલતાનની તસ્વીર બતાવતો લાઈટ-શો, જાણો ભ્રામક વિડીઓનું સત્ય
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર ફેસબુક યુઝર્સ દ્વારા એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. ફેસબુક પર “સલીમ મહેતાજી” નામના યુઝર્સ દ્વારા દુબઈની બૃજ ખલીફા જે દુનિયાની સૌથી ઉંચી ઈમારત માંથી એક છે, તેનો વિડીઓ શેયર કર્યો છે.
વિડીઓમાં બૃજ ખલીફા પર થનારા લાઈટ-શોમાં રાજા ટીપું સુલતાનની તસ્વીર પર શો બતાવવામાં આવ્યો છે. પોસ્ટ સાથે લખાણમાં શેયર કરવામાં આવ્યું છે કે “બૃજ ખલીફા પર ટીપું સુલતાન”
વેરીફીકેશન :-
ફેસબુક પર આ વિડીઓ વાયરલ થતા અમે આ વિડીઓની સત્યતા તપાસવાનું શરુ કર્યું, જેમાં ગુગલ કીવર્ડની મદદ વડે આ વિડીઓને અમે ટ્વીટર અને યુટ્યુબ પર શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ યુટ્યુબ પર અને ટ્વીટર પર આ બૃજ ખલીફાના લાઈટ-શોના વિડીઓ મળી આવ્યા પરંતુ ટીપું સુલતાનની તસ્વીર બતાવતો વિડીઓ જોવા મળ્યો નહી.

હાલમાં શાહરૂખ ખાનના જન્મદિવસ પર બૃજ ખલીફા પર તેમનું નામ લાઈટ-શો દ્વારા બતાવવામાં આવ્યું હતું, જે બાદ કિન ખાને દુબઈ સરકારને ટ્વીટર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ સોશિયલ મડિયામાં એક ખબર વાયરલ થઇ હતી જેમાં જણાવ્યું હતું કે કિંગ ખાને પોતાનું નામ બૃજ ખલીફા પર બતાવવા માટે 2 કરોડનો ખર્ચ કર્યો છે.

જે બાદ અમે બૃજ ખલીફા પર જાહેરાત કે લાઈટ-શો બતાવવાની શું પ્રાઈસ(ભાવ) છે તે જાણવા ના પ્રયાસ કર્યા ત્યારે એક માર્કેટિંગ એજન્સી દ્વારા આ વિષય પર એક આર્ટીકલ જોવા મળે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ બૃજ ખલીફાના સૌથી ઉપલા માળ પર LED શો રાખવા માંગે છે તો ત્રણ મિનીટ માટે 25000 દીરહામ એટલેકે 68073 અમેરિકન ડોલર ચુકવવા પડશે.

વાયરલ વિડીઓના દાવાની તાપસ માટે અમે બૃજ ખલીફાની વેબસાઈટ પર જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ તપાસી પરંતુ તેમાં કોઇપણ આ મુદ્દે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ વાયરલ વિડીઓને જીણવટ પૂર્વક જોવા પર વિડીઓની ઉપરની બાજુ એક નામ જોવા મળે છે. “VFLY”

જયારે ગુગલ કીવર્ડ સાથે આ નામ પર સર્ચ કરવામાં આવ્યું ત્યારે મળતા પરિણામોમાં જાણવા મળ્યું કે આ “VFLY” એક વિડીઓ એડીટીંગ સાઈટ છે, જેમાં તમે કોઇપણ વિડીઓ કે તસ્વીરને એડિટ કરી શકો છો. જે પરથી સાબિત થાય છે કે આ વાયરલ વિડીઓમાં બતાવવામાં આવેલ ટીપું સુલતાનની તસ્વીર બૃજ ખલીફા પર એ એક એડીટીંગ વિડીઓ છે, વિડીઓ સાથે છેડછાડ કરી ભ્રામક દાવા સાથે વાયરલ રકવામાં આવ્યો છે.
ટુલ્સ :-
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
યાનડેક્સ સર્ચ
ઇનવીડ ટુલ્સ
યુટ્યુબ સર્ચ
પરિણામ :- ફેક ન્યુઝ (ભ્રામક દાવો)
કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)