ક્લેમ :-
થોડા દિવસોથી એક વીડિયો ફેલાવવામાં આવી રહ્યો છે જેમાં નાગરિકો અને આસામ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યા છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો.
વિડિઓમાં તમે પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ જોઈ શકો છો. ગુસ્સે ભરાયેલા ટોળાને રોકવા જઈ રહેલા પોલીસ જવાનો પર NRC લીસ્ટ બાદ ટોળા દ્વારા હુમલો કરાયો હતો.
વેરીફીકેશન :-
આ વિડિઓ 2018 માં મરાઠા વિરોધનો છે અને હવે તે ભ્રામક સંદેશા સાથે વોટ્સએપ પર તેમજ ફેસબુક પર શેયર કરવામાં આવી રહ્યો છે.
26 જુલાઈ 2018 ના રોજ ઔરંગાબાદમાં ગુસ્સે ભરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ એક મરાઠા યુવક, જેનું નામ કાકાસાહેબ શિંદે છે, જેના ગોદાવરી નદીમાં કૂદી પડ્યા પછી સળગ્યું હતું. શિંદે મરાઠા સમુદાય દ્વારા સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટેના આંદોલનનો એક ભાગ હતા.
ઇનવિડ એક્સ્ટેંશનનો ઉપયોગ કરીને વિડિઓને ઘણા કીફ્રેમ્સમાં તોડવા પર અને યાન્ડેક્ષ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને રિવર્સ ઇમેજ શોધ કરવા પર એક વિડીઓ મળી આવ્યો છે, જે જુલાઈ, 2018 માં અનેક મેઈન સ્ટ્રીમ મિડિયા દ્વારા કવર કરવામાં આવ્યું હતું.
જયારે ગૂગલ પર ઔરંગાબાદ વિરોધ’ અને ‘કાકાસાહેબ શિંદે’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને કીવર્ડ્સ સાથે સર્ચ કરશો ત્યારે અનેક ન્યૂઝ ચેનલ, ઇન્ડિયા ટુડે, ધ ઇકોનોમિક ટાઈમ્સ વગેરે-વગેરે દ્વારા આ ઘટના અંગેના અહેવાલને પ્રકાશિત કર્યા છે.
(આ ઈમેજ ધ ઇકોનોમિક ટાઈમ્સ , જુલાઈ ૨૦૧૮ની છે.)
કાકાસાહેબ શિંદેના મૃત્યુના એક દિવસ પછી, વિરોધ પ્રદર્શન દરમિયાન, મરાઠાવાડાના ઔરંગાબાદમાં મરાઠા અનામતના આંદોલને હિંસક વળાંક આપ્યો હતો, જ્યાં નાગરિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો, અને પરિસ્થતિ ગંભીર બની હતી.
નિષ્કર્ષ:-
આ તમામ મળી આવતી માહિતી પરથી સાબિત થાય છે કે આ એક ભ્રામક વિડીઓ છે જેને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. આ વિડીઓ ૨૦૧૮માં થયેલા મરાઠા આંદોલનનો છે જેને હાલ આસામમાં NRC લીસ્ટ માટે ચાલતા આંદોલન અને તોફાનનો વિડીઓ બતાવી વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વાપરવામાં આવેલા ટુલ્સ :-
ગુગલ ઈમેજ સર્ચ
ટ્વીટર સર્ચ
ઇન્વીડ સર્ચ
યાનડેક્ષ સર્ચ
( નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો [email protected] )