પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાબલીપુરમ તટ પર માત્ર 2 રૂપિયાનો કચરો વીણવા માટે સુરક્ષા અને શૂટિંગ પાછળ 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા
વેરિફિકેશન :-
ટ્વીટર પર શિલ્પી સિંહ નામના એક ટ્વીટર એકાઉન્ટ પરથી પીએમ મોદીને લઈ એક ટ્વીટ શેયર કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રીએ બે દિવસ પહેલા તમિલનાડુના મહાબલીપુરમ તટ પર માત્ર 2 રૂપિયાનો કચરો વીણવા માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
पूरे 20 करोड रुपये खर्च हुए,
कैमरा,शूट और सुरक्षा में!
और मोदीजी ने सिर्फ 2 रुपये का कचरा बीना!
pic.twitter.com/V3Sq2dMNEH— Shilpi Singh (@ShilpiSinghINC) October 13, 2019
ટ્વીટમાં શેયર કરવામાં આવેલા ફોટોને લઈને અમે તેમની હકીકત શોધવા માટેના પ્રયાસ શરૂ કર્યા, જેના માટે ગુગલ રિવર્સ ઇમેજ અને આઇન્ડેક્સની મદદ લીધી છે.
જેમાં પહેલો ફોટોને લઈને ખોજ શરૂ કરી ત્યારે રિઝલ્ટમાં જોવા મળ્યું કે મહાબલીપુરમ તટ પર શૂટિંગ કરી રહેલી ટિમ પીએમ મોદીની ટિમ નહિ પરંતુ યુકેની કોઈ એક ઇન્સ્ટિટ્યૂટની છે જે વર્ષ 2018માં ક્લિક કરવામાં આવી છે.
સાથે જ બીજો ફોટો જે લગભગ 6 મહિના પહેલા ક્લિક કરવામાં આવી હતી, લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ મોદી કૉંઝિકોડમાં એક રેલી કરી રહ્યા હતા, અને તેમના પહોંચવા પહેલા હાઈ સિક્યુરિટીનો પ્રબંધ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન બૉમ્બ સ્કોડની ફોટો પણ લેવામાં આવી હતી જે ધ-હિન્દૂમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
આ તમામ પરથી સાબિત થાય છે મહાબલીપુરમના તટ પર પીએમ મોદીની સુરક્ષા અને શૂટિંગ માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયાનો ભ્રામક દાવો કરવામાં આવ્યો છે જે ખોટો સાબિત થાય છે.
વાપરવામાં આવેલા ટુલ્સ
- ટ્વીટર એડવાન્સ સર્ચ
- ગુગલ કીવર્ડ સર્ચ
- યાન્ડેક્ષ ઇમેજ સર્ચ
- ગુગલ; રિવર્સ સર્ચપરિણામ :- ભ્રામક દાવો ( ફેક વાયરલ પોસ્ટ )