ક્લેમ :-
18 ઓક્ટોબરના એક ખબર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ, જેમાં કહેવામાં આવ્યું હતું કે યોગી આદિત્યનાથ સરકારે તમામ શાળા અને કોલેજોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. જે ખબરને તમામ ટિવી મિડીયાએ પ્રકાશિત કરી અને ચર્ચા પણ કરી નાખી હતી.
વેરિફિકેશન :-

બીજી પોસ્ટ રિપબ્લીક ન્યુઝ વેબસાઈટ દ્વારા પ્રકાશિત છે. જેમાં પણ મોબાઈલ ફોનના પ્રતિબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફેસબુક પાર પણ કેટલીક મેઈન સ્ટ્રીમ મિડીયા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જોવા મળે છે.

જયારે આ ખબર પર અમે તાપસ શરૂ કરી ત્યારે ANI દ્વારા એક પત્ર પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં આ ખબર પર યુપી સરકારે સફાઈ આપી છે અને આ વાયરલ પોસ્ટને ફેક ન્યુઝ અને ખોટા દાવા કહેવામાં આવ્યા છે. અને આ ખબર વાયરણ થવાના માત્ર 2-3 કલાક બાદ જ યુપી સરકાર દ્વારા આ સફાઈ આપવામાં આવી હતી. પરંતુ કોઈ પણ મિડીયા હાઉસ કે વેબસાઈટ પર આ મુદ્દે સફાઈ આપતો આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો નહીં, અને આ વાયરલ ખબર સોશિયલ મિડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે.

નિષ્કર્ષ :- યુપી સરકાર દ્વારા આ ભ્રામક દાવા પર ખુલાસો કરતો એક પરિપત્ર જાહેર કર્યો છે. જે પરથી સાબિત થાય છે આ એક વાયરલ ભ્રામક દાવો છે ફેક ન્યુઝ છે.
વાપરવામાં આવેલા ટુલ્સ
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ