ક્લેમ :-
રાહુલગાંધી ભારત છોડવા માંગે છે અને લંડનમાં વસવાટ કરવાની ઈચ્છા ધરાવે છે.
Namaste London!! ;)) pic.twitter.com/467zWGfRHz
— Priti Gandhi (@MrsGandhi) October 13, 2019
વેરિફિકેશન :-
ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે. તમામ પાર્ટીના નેતાઓ રેલી અને જનસભાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે રાહુલગાંધી દ્વારા મહારાષ્ટ્રમાં આપવામાં આવેલા ભાષણ શોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે રાહુલગાંધી ખુદ ઈચ્છે છે કે તે ભારત છોડી અને લંડનમાં વસવા માંગે છે. “કશું થવાનું નથી હું તો લંડન ચાલ્યો જવાનો છું , મારા છોકરાઓ અમેરિકામાં ભણશે, મારો ભારત સાથે કોઈ સંબંધ નથી, મારી પાસે હજારો કરોડો રૂપિયા છે, હું તો ક્યારેય ભાગી બતાવીશ.” આ દાવા સાથે રાહુલગાંધીનો વિડિઓ ભાજપના મહિલા મોરચા શોશિયલ મિડિયા પ્રભારી પ્રિતી ગાંધી દ્વારા કરવામાં આવી છે.
बस इसलिए भारत की जनता को तुम पसंद नहीं हो @RahulGandhi pic.twitter.com/FrDzc22JiO
— Manjinder S Sirsa (@mssirsa) October 13, 2019
અકાલી દલના એમએલએ(MLA) મનજીદર એસ. સિરસાએ પણ આ મુદ્દે વિડિઓ સાથે એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે “બસ આ કારણથી ભારતની જનતા રાહુલગાંધીને પસંદ નથી કરતી” તેમની આ ટ્વીટને 1.1k લોકોએ શેયર પણ કરી છે.
આ વિડિઓ ફેસબુક પર પણ આ મુદા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબુક પર આ વિડિઓ સાથે શિર્ષક આપવામાં આવ્યું છે કે ” જુઓ આ છે ગાંધી પરિવારની હકીકત અને તે ધમકી આપી રહ્યા છે કે હું લંડન ચાલ્યો જઈશ, તો બધા કરતા વધારે સારું કે તેને તેના અસલી ઘર પાકિસ્તાન જ મોકલી આપો! વગેરે જેવા ભ્રામક શંદેશો લખવામાં આવ્યા છે અને આ વિડિઓને ફેસબુક , ટ્વીટર , યૂટ્યૂબમાં વાયરલ કરવામાં આવ્યો છે.

જયારે અમે આ વાયરલ વિડિઓનું તથ્ય જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામે આવ્યું કે 13 ઓક્ટોબર 2019ના મહારાષ્ટ્રના લાતુરમાં તેનું ભાષણ હતું, જેમાં તમને નીરવ મોદી અને મેહુલ ચોક્સી તેમજ પીએનબી બેન્કના 14 હજાર કરોડના ગોટાળા પર આકાર પ્રહાર કર્યા હતા. ગુગલ કીવર્ડની મદદથી જયારે આ વિડિઓ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે કોંગ્રેસ આઇટી સેલ દ્વારા આ ભાષણનો પૂરો વિડિઓ યૂટ્યૂબમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે કુલ 18 મિનીટનું ભાષણ છે અને વાયરલ કલીપ આ ભાષણનો એક ટુકડો છે જે માત્ર 11 સેકન્ડનો જ છે. તેમણે નિરવ મોદી અને મેહુલ ચોક્સીનો જે ભાગનો ઉલ્લેખ કર્યો છે તે સૂચન કરવા માટે કે તેઓ પોતાના વિષે બોલ્યા હતા.
નિષ્કર્ષ, રાહુલ ગાંધી પર વાયરલ કરવામાં આવેલો આ વિડિઓ એક ફેક ન્યુઝ છે, અને તે તેમના એક ભાષણનો એક એડિટ કરેલો ટુકડો છે. જે ટ્રોલ કરવામાં આવ્યો છે.
વાપરવામાં આવેલા ટુલ્સ
- ફેસબુક સર્ચ
- ગુગલ એડવાન્સ સર્ચ
- ટ્વીટર સર્ચપરિણામ :- ખોટા દાવા (ફેક ન્યુઝ)