Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
PM મોદીએ ડોકટરોને લઇ કરેલી ટિપ્પણી સોશિયલ મિડિયા પર ખુબજ વાયરલ કરવામાં આવી રહી છે, આ ટિપ્પણીમાં દાવો કરવામાં આવ્યો છે કે PM મોદીએ કહ્યું કે ડોકટરો લાંચ રૂપે જે પણ વિદેશ પ્રવાસ, ગેજેટ્સ અને છોકરીઓ આપવામાં આવે છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર PM મોદીની કથિત ટિપ્પણી વાયરલ થઇ રહી છે, 23 ડિસેમ્બરના રોજ PM મોદીએ ભારતની ટોચની ફાર્મા કંપની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં PM મોદી દ્વારા ફાર્મા કંપની દ્વારા ડોકટરોને આપવામાં આવતી લાંચમાં વિદેશ પ્રવાસ, ગેજેટ્સ તેમજ છોકરીઓ વિષે કટાક્ષ કર્યો હતો, જેને સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી છે. તેમજ આ મુદ્દે ઓલ ઇનિડયા ડોકટર સંગઠન દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં PM મોદી ટિપ્પણી પણ સ્પષ્ટતા આપે અથવા તો સાબિતી આપે જે ટિપ્પણી કરવામાં આવી છે.
डॉक्टर्स को ख़ुश करने के लिए फार्मा कम्पनी लड़कियां सप्लाई करती हैं : PM मोदी
क्या आप भरोसा कर सकते हैं कि ये प्रधानमंत्री की भाषा है ? हाँ है
— Shahrukh siddiqui (@srspoet) January 17, 2020
આ ટિપ્પણીને લઇ ડોકટરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઇ ટ્વીટર પર શાહરુખ સિદ્દકી દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો છે “डॉक्टर्स को ख़ुश करने के लिए फार्मा कम्पनी लड़कियां सप्लाई करती हैं : PM मोदी , क्या आप भरोसा कर सकते हैं कि ये प्रधानमंत्री की भाषा है ? हाँ है”
આ ઉપરાંત આ ટ્વીટને બૉલીવુડ ડાયરેકટર અનુરાગ કશ્યપ દ્વારા પણ શેયર કરવામાં આવી હતી. આ ખબરને સૌપ્રથમ પ્રકાશિત કરનાર ન્યુઝ વેબસાઈટ THE PRINT છે. જેમણે આ મુદા પર વિસ્તૃત આર્ટિકલ પબ્લિશ કર્યો છે. તેમજ LIVEMINT ન્યુઝ વેબસાઈટ દ્વારા ડોકટરો દ્વારા લખવામાં આવેલ પત્રને લઇ ખબર પબ્લિશ કરવામાં આવી છે. આ પત્રમાં ડોકટરો દ્વારા જો તે કથિત ટિપ્પણી પ્રમાણેના ગુનામાં ખરેખર હોય તો તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવે અથવા તો આ મુદ્દા પર સ્પષ્ટતા આપવામાં આવે.
આ વાયરલ પોસ્ટ અને કથિત ટિપ્પણી પર તાપસ શરૂ કરતા ગુગલ કિવર્ડ મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાનના આર્ટિકલ જોવા મળે છે. જેમાં THE PRINT, LIVEMINT, thestatesman વગેરે જેવી સંસ્થાનના રિપોર્ટ જોવા મળે છે. THE PRINT દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટમાં SATHI નામના NGOની લિંક આપવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવેલ કથિત ટિપ્પણી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
SATHI NGO દ્વારા હેલ્થ કેર ઉદ્યોગમાં થતી ગેરરિતી પર અહેવાલ પ્રધાનમંત્રીને આપવામાં આવ્યો હતો, આ અહેવાલમાં પાનાં ન.2 પર આ કથિત ટિપ્પણીને લઇ સત્ય સામે આવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક ફાર્મા કંપનીઓ ડોકટરોને ભેટ, મનોરંજન માટે વિદેશ પ્રવાસ તેમજ મહિલાઓ દ્વારા લાડ લડાવે છે. જેના પર માત્ર પ્રધાનમંત્રી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આ મુદ્દા પર ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ પણ જોવા મળે છે, જેમાં ફાર્મા કંપની સાથેની મિટિંગ અને કથિત ટિપ્પણીને લઇ સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે “Indian Pharmaceutical Alliance:There was no discussion on alleged bribes being given by pharma companies to doctors as being reported in media. Meeting was constructive one where discussion was limited to initiatives to boost industry”
Indian Pharmaceutical Alliance:There was no discussion on alleged bribes being given by pharma companies to doctors as being reported in media. Meeting was constructive one where discussion was limited to initiatives to boost industry. News reports to contrary are baseless.(2/2) https://t.co/w8HwwSm0SD
— ANI (@ANI) January 15, 2020
વાયરલ પોસ્ટને લઇ કરવામાં આવેલ દાવાઓ મળતા તમામ પરિણામો પરથી ખોટા સાબિત થાય છે, PM મોદી દ્વારા આ પ્રકારે કોઈ આરોપ લગાવવામાં નથી આવ્યા, તેમજ ફાર્મા કંપની સાથેની મિટિંગમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીને કઈ રીતે બુસ્ટ કરવી તેના પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જે લોકો દ્વારા સોશિયલ મિડિયા પર આ દાવો વાયરલ કરવામાં આવ્યો છે તે એક માત્ર ગેરમાર્ગે દોરનાર દાવો છે, જેમાં કોઈ સત્ય નથી.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
NEWS REPORTS
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક ખબર (misleading news)
Dipalkumar Shah
July 17, 2025
Dipalkumar Shah
July 16, 2025
Dipalkumar Shah
July 15, 2025