Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
થોડા દિવસો પહેલા હોમ મિનિસ્ટર અમિત શાહે ન્યુઝ18 પર એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેઓએ કહ્યું છે કે દેશમાં મોબલિંચિંગની ઘટનાઓમાં ઘટાડો થયો છે. અને જે પ્રમાણે આ ઘટનાઓને વાયરલ કરવામાં આવી રહૈ છે, તે પ્રમાણે હકીકતમાં દેશમાં મોબલિંચિંગની ઘટનાઓ બની રહી નથી. તેમજ દેશમાં મોબલિંચિંગ પર બનેલા કાયદાઓ પૂરતા છે તેમાં કોઈ સુધારા કે ઉમેરાની હાલ જરૂર નથી.
આ ઉપરાંત રાજનાથસિંહ પણ સદનમાં આ મુદ્દે પોતાની ટિપ્પણી કરી રહ્યા છે, જેમાં તેમનો પણ દાવો છે કે મોબલિંચિંગની ઘટનામાં ઘટાડો થયો છે અને જે ખબરો ફરી રહી છે તે ફેકનયુઝ અને વાયરલ પોસ્ટ છે.
વેરિફિકેશન:-
આ દાવાની ખરાઈ કરવા માટે અમે પ્રયત્ન કર્યા ત્યારે કેટલીક મોબલિંચિંગના ડેટા શોધવાના પ્રયાસ કર્યા છે અને કેટલીક પ્રકાશિત થયેલી ખબરોના આધારે માહિતી એકઠી કરવાના પ્રયત્નો કર્યા છે. જે ડેટા અને માહિતી પ્રમાણે શું ખરેખર મોબલિંચિંગની ઘટનામાં ઘટાડો થયો છે ?
HM Shri @rajnathsingh makes a brief statement in Lok Sabha on incidents of mob lynching. pic.twitter.com/ff1GxjIYbQ
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) July 19, 2018
માર્ચ 2018 માં, ગૃહ મંત્રાલયે ભારતમાં મોબ લિંચિંગ અંગેના લોકસભાના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમા મોબલિંચિંગના 40 કેસોમાં 2014 થી 2017ની વચ્ચે 45 લોકોનું મૃત્યુ થયું છે. અને બીજા 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ડેટા પ્રદાન કર્યા નહોતા.
રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)ના રેકોર્ડ દર્શાવે છે કે ઉત્તરપ્રદેશ લઘુમતીઓ અને દલિતોને ત્રાસ આપવાનું કેન્દ્ર બન્યો છે. લઘુમતીઓ અને દલિતોના સતામણીના તમામ કિસ્સાઓમાં 43 ટકા ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. આ સાથે 2016 થી 2019 ની વચ્ચે (15 જૂન સુધી), એનએચઆરસીએ લઘુમતીઓ / દલિતોને ત્રાસ આપતા કુલ 2,008 કેસ નોંધ્યા હતા. તેમાંથી એકલા ઉત્તર પ્રદેશમાં 869 કેસ નોંધાયા છે.આ પરથી કહી શકાય કે મોબલિંચિંગમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી…
વધુ માહિતી માટે અમે “ઇન્ડિયાસ્પેન્ડ” નામની વેબસાઈટ પર મોબલિંચિંગની ઘટનાના ડેટા મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામે આવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 24 લોકો મોબલિંચિંગની ઘટનામાં મોત થયા છે. 1 જાન્યુઆરી, 2017 અને 5 જુલાઈ, 2018 ની વચ્ચે, 69 નોંધાયેલા કેસોમાં 33 વ્યક્તિઓના મોત થયા છે. આ તમામ કેસોમાં પીડિતો ઉપર માત્ર શંકાના આધારે હુમલો કરવામાં આવ્યો હતો. 2014 થી 3 માર્ચ, 2018 ની વચ્ચે, નવ રાજ્યોમાં મોબ લિંચિંગના 40 કેસોમાં 45 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી, અને ઓછામાં ઓછા 217 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ ગૃહ મંત્રાલયે બતાવેલા આંકડા દ્વારા સંકળાયેલ ડેટા છે.
આ માહિતીને સમજવા માટે ઇન્ડિયાસ્પેન્ડ દ્વારા બનવવામાં આવેલા નકશા પરથી સમજવાનો પ્રયત્ન કરીશું.
બિહાર, છત્તીસગ,, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, ઓડિશા, સિક્કિમ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ, દાદરા અને નગર હવેલી, દિલ્હી અને પુડ્ડુચેરીમાં ચૌદ રાજ્યોએ ડેટા પૂરા પાડ્યો ન હતો. 2018 ની શરૂઆતથી, સોશિયલ મીડિયા પર ચાઇલ્ડ-લિફ્ટિંગની અફવાઓ દ્વારા ખાસ કરીને ઉશ્કેરાયેલા ટોળાની હિંસાના 66 કેસોમાં 27 વ્યક્તિઓના મોત નોંધાયા હોવાનું જણાવાયું છે.
ઈન્ડિયાસ્પેન્ડ ડેટાબેઝ બતાવે છે કે, એકંદરે, જાન્યુઆરી 2017 થી આજની તારીખ સુધીમાં, બાળકના અપહરણના શંકાસ્પદ મામલા પર 74 ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં 36 લોકોના મોત થયા હતા, ઇન્ડિયાસ્પેન્ડ ડેટાબેઝમાં બતાવવામાં આવ્યું છે. 2017 પહેલા બિહારમાં 2012 માં માત્ર એક જ ઘટના નોંધાઈ હતી.
જાન્યુઆરી 2017 પછીના 19 મહિનામાં, 16 રાજ્યોમાં 10 જિલ્લાઓમાં મોબલિંચિંગની ઘટનામાં એકથી વધુ કેસ નોંધાયા છે. ઓડિશાના જેપોર, મયુરભંજ અને રાયગડા અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ત્રણ અલગ-અલગ ઘટના નોંધાઈ છે. હુમલાનો ભોગ બનેલા કેસમાં 56%થી વધુ પુરુષો, 22% સ્ત્રીઓ, 3% ટ્રાંસજેન્ડર હતા.તેમજ માર્યા ગયેલા લોકોમાં, 14 હિન્દુઓ, 3 મુસ્લિમ હતા, અને 16 કેસોમાં ધાર્મિક / વંશીય ઓળખ નોંધાઈ નથી.
નિષ્કર્ષ :- અમિત શાહ દ્વારા કરવામાં આવેલો દાવો કે દેશમાં મોબલિંચિંગની ઘટનામાં ઘટાડો થયો છે, જે અહીંયા મળતા ડેટા પરથી ખોટો સાબિત થાય છે, અને સાબિત થાય છે કે દેશમાં મોબલિંચિંગની ઘટનામાં વધારો થયો છે.
વાપરવામાં આવેલા ટુલ્સ
ગુગલ સર્ચ
ટ્વીટર સર્ચ
યૂટ્યૂબ સર્ચ
ડેટા સર્ચ
પરિણામ :- ખોટા દાવા (ફેક ક્લેમ)
Dipalkumar Shah
March 11, 2025
Dipalkumar Shah
March 8, 2025
Dipalkumar Shah
March 7, 2025