Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને સીએએ વિરોધી આંદોલનમાં ભાગ લીધો હતો.
વેરિફિકેશન :-
સોશ્યલ મીડિયા પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબહેન કેટલીક મહિલાઓ સાથે વિરોધ કરી રહ્યો હોવાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં દાવો કરવામાં આવ્યો છે કે જશોદાબેન સીએએસ એનઆરસીએ એક્ટના વિરોધમાં ચાલી રહેલા વિરોધમાં ભાગ લીધો હતો.
@AltNews plz verify this picture showing JASODA BEN protesting against CAA NRC NPR pic.twitter.com/qMWlRSZob0
— MUNEER (@mamuneer433) January 22, 2020
આ વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે ગુગલ કિવર્ડના મદ્દ્દ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલા રિપોર્ટ જોવા મળે છે. જેમાં જશોદાબેન જે આંદોલનમાં જોડાયા છે તેના વિષે માહિતી આપવામાં આવી છે. ન્યુઝ સંસ્થાન the hindu દ્વારા ફેબ્રુઆરી 2016ના રોજ પબ્લિશ કારેલ આર્ટિકલ મુજબ આ આંદોલન સ્લ્મ એરિયામાં થઇ રહેલા ડીમોલેશન પ્રક્રિયામાં ગરીબ લોકોને થતી મુશ્કેલી માટે એક ngo સાથે જોડાઈ આ આંદોલનનો ભાગ બન્યા હતા.
આ ઉપરાંત daijiworld નામની વેબસાઈટ પર આ આંદોલનને લઇ ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા, તે મુજબ આ આંદોલન મુંબઈમાં સ્લ્મ એરિયામાં ચોમાસા પહેલા દબાણ હટાવવા મુદ્દે લોકો વિરોધ કરી રહ્યા હતા, આ વિરોધમાં જશોદાબેન પણ જોડાયા હતા.
આ સાથે વાયરલ તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા આંદોલનકારીઓ પાછળ એક પોસ્ટર લગાવેલ જોવા મળે છે, આ પોસ્ટરમાં પણ આંદોલન જે મુદ્દા પર થઇ રહ્યું છે તેના વિષે માહિતી જોવા મળે છે. આ ઉપરાંત જશોદાબેનનું સ્વાગત કરતું પોસ્ટર પણ આ આંદોલન સમયે લગાવવામાં આવેલ હતુ. જયારે સોશિયલ મિડિયા પર આ તસ્વીરને શાહીનબાગ પર થઇ રહેલા caa અને nrcના વિરોધમાં જોડાયા હોવાના દાવા સાથે ભ્રામક રીતે વાયરલ કરવામાં આવી છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Dipalkumar Shah
April 17, 2025
Dipalkumar Shah
April 16, 2025
Dipalkumar Shah
April 15, 2025