ક્લેમ :-
સુરત ભાજપ માંથી 75000 વેપારી કાર્યકર્તાઓ એ રાજીનામુ આપ્યું, સોશિયલ મિડિયા પર ન્યુઝ પેપરની કલીપ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ 75000 લોકો આમ આદમી સાથે જોડાયા છે.
વેરિફિકેશન :-
સુરત આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાના ફેસબુક એકાઉન્ટ પરથી ન્યુઝ પેપરની તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં ન્યુઝ પેપરની તસ્વીરમાં ભાજપના 75000 વેપારીઓ એ ભાજપ માંથી રાજીનામુ આપ્યું છે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે “દિવછે ને દિવછે વેપાર ઘન્ધા માં પડતી આવવા લાગી સતા પન કોયજાત નૂ સરકાર તરફથી હકારાત્મક પગલાં નથી લેવાતા ઊલટાનું ગેરવર્તન દેખાડી ને વેપારી ભાઈઓ ને હેરાન કરવામાં આવ્યું આ ત્રાસથી કન્ટાળી ભાજપ ના સક્રિય આગેવાન કાર્ય કરો ભાજપ સાથે સૈડો ફાડી .AAP . માં જોડાણા આતો સરૂવાત છે એક એક નાગરિક ..આમ આધમી પાર્ટી માં જોડાછે..સત્ય નો હમેશાં વિજય થાય છૈ”
આ વાયરલ પોસ્ટના સત્ય માટે અમે ગુગલ કિવર્ડ સાથે આ ખબરને સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન દૈનિક આજ દ્વારા આ મુદા પર પબ્લિશ આર્ટિકલ જોવા મળે છે. જેમાં સ્પષ્ટ થાય છે કે આ ખબર જુલાઈ 2017ની છે જયારે GST કાનૂન લાગુ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન સુરતના વેપારીઓ GSTના કારણે થતી મુશ્કેલીનો વિરોધ કરી રહ્યા હતા, જેમાં ઘણા આંદોલન પર સુરતના અંદર થયા હતા, ત્યારે સુરત 75000 જેટલા વેપારીઓ એ ભાજપ માંથી રાજીનામુ આપતો પત્ર મોકલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જે ન્યુઝ પેપરની કલીપ વાયરલ કરવામાં આવી છે તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરતમાં શાંતી પૂર્વક વિરોધ કરી રહેલા વેપારીઓ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવતા GST સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલ 75000 જેટલા વેપારીઓએ ભાજપ માંથી રાજીનામુ આપ્યું છે.
વાયરલ પોસ્ટને લઇ મળી આવેલ પરિણામ પરથી સાબિત થાય છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો એક ભ્રામક દાવો છે આ ખબર જુલાઈ 2017ની છે જેને હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યું છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORT
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)