સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની સ્થાપના સૌપ્રથમ 7 ઓક્ટોબર 2010 ના રોજ કરવામાં આવી. 20,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. 182 મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું. પ્રતિમાના પ્રથમ તબક્કામાં સ્મારકની મુખ્ય જમીન, કેન્દ્રની ઇમારતો, એક બગીચો, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, એક મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો અને સંસ્થાઓ સાથે જોડતા પુલ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના ઐતિહાસિક સ્વરૂપ નું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોનીમાં બનેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ નામ આપી એક પ્રવાસન સ્થળનો વિકાસ મોદી સરકારે કર્યો. જેના પાછળ 3000 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, જે લોકોના ટેક્સના પૈસા છે. બીજી તરફ કેવડિયા કોલોનીના ખેડૂતોની બેરોજગારી, લાચારી અને મજબૂરી વધી રહી છે. આ મુદ્દે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કચ્છના દિગ્ગ્જ નેતા સુરેશ મહેતાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે ગરીબ- મજબુર ખેડૂતોને ઠગવામાં આવ્યા છે, ખેડૂતની જમીન સંપાદન કરી સરકાર વાયદાઓ ભૂલી ચુકી છે.
ખેડૂતોની જમીનનું પ્રાઇવેટ કંપનીને વેચાણ
તમને જણાવી દઈએ કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ના આસપાસ 30 જેટલા અવનવા પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે, જેમાં ખેડૂતોની જમીન સંપાદિત કર્યા બાદ લાખો-કરોડોની જમીન મોટા પાયે વેચાઈ રહી છે. જેમાં પ્રાઇવેટ કંપનીને આ જમીન વહેંચવામાં આવી રહી છે. ખેડૂતને અંધારામાં રાખી સંપાદિત કરેલી જમીન પ્રાઇવેટ કંપનીને 90 લાખમાં વહેંચવામાં આવી પ્રાઇવેટ પાર્કિગ બનાવવા માટે. ઉપરાંત ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનનું મૂલ્ય પણ હજુ સુધી મળ્યું નથી.
નર્મદા જિલ્લાના આદિવાસી નેતાઓએ પોતાની જમીન માટે લડત ચલાવી છે. સ્થાનિક અને સામાજિક નેતા રામકૃષ્ણ અને વાઘડિયા ગ્રામ પંચાતયતના સરપંચ ગોપાલ તડવીએ કેન્દ્ર સરકાર આરોપ લગાવ્યા છે કે ખેડૂતોના ખેતરો પર બુલડોઝર ચલાવી આમારા ઉભા પાકને નષ્ટ કરવામાં આવ્યો હતો. તેમજ નર્મદા નિગમના હેઠળ આવતી 1100 એકર જમીન એવી છે જેના કબ્જા ખેડૂતો પાસે છે. આ તમામ જમીન આદિવાસીઓના નામે હોવા છતાં નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને અંધારામાં રાખી જમીન સંપાદિત કરવામાં આવી છે. ખેડૂતોને પોતાનું વળતર કોઈપણ કાળે જોઈએ, સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા દેશનું ગૌરવ છે, તેટલુ જ ગૌરવ દેશના ખેડૂતો છે.
હવે વાત કરીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને પ્રવાસ સ્થળ બનાવવાથી કેટલો ફાયદો થયો !
નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોનીના બનેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયાને આજે એક વર્ષ થયું ઓક્ટોબર 2018માં આ પ્રતિમાનું લોકાર્પણ થયું હતું. ત્યારે ગત વર્ષમાં 26 લાખ યાત્રીઓએ આ પ્રતિમા જોવા અહીંયા આવ્યા, જેના દ્વાર ગુજરાત પ્રવાસન વિભાગ 57 કરોડની ટિકિટ વહેંચી કમાણી કરી, જયારે તેને બનાવવા પાછળ 3000 કરોડથી વધુનો ખર્ચ થયો. પ્રવાસન અને મનોરંજન હેતુ બનાવવામાં આવેલ કેવડિયા કોલોની અને સરદાર સરોવર બંધનું શું મહત્વ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સરદાર પટેલની પ્રતિમા નિહાળવા આવેલા 26 લાખ પ્રવાસીઓમાં 12 લાખ આસપાસ પ્રવાસીઓ માત્ર વિદેશી મહેમાન હતા. હવે આપણે આંકડા માંડવા જઈએ તો અને પબ્લિક રીવ્યુ જોઈએ તો કેવડિયા કોલોની કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પ્રવાસીઓને અવારનવાર જવાની ઈચ્છા થાય કેમકે જે કેવડિયા કોલોની ની અહીંયા વાત થઈ રહી છે, તે કુલ મળીને આદિવાસી વિસ્તાર છે. જ્યાં માત્ર જંગલ અને જંગલ જ છે. સ્ટેચ્યૂ નિર્માણ માટે Make In India પર ભાર મૂકવામાં આવ્યો હતો, જોકે એ શક્ય ન બનતા ચીનમાં નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
સ્રોત
(ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો: [email protected])