Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
અયોધ્યા કેસની સુનાવણી ના થાય ત્યાં સુધી તમામ સોશિયલ મિડિયા પર મોનીટરીંગ કરવામાં આવશે.

તેમજ કોઈ પણ આપતીજનક પોસ્ટ વાયરલ કરવામાં આવશે તેના પર સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોધવામાં આવશે.
વેરીફીકેશન :-
અયોધ્યા કેસની સુનાવણી થોડા દિવસોમાં થવાની છે, ત્યારે વોટ્સએપ પર એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે પોસ્ટ, મેસેજ, હેટસ્પીચ, પોસ્ટર, ફેક્ન્યુઝ ફેલાવવા પર સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોધવામાં આવશે.

તેમજ તમામ ફોન રેકોર્ડીંગ કરવામાં આવશે અને તમામ ફોનના મેસેજ અને ફોન મોનીટરીંગ મંત્રાલય સાથે જોડવામાં આવશે.
આ દાવાની સત્યતાની તપાસ માટે અમે ગુગલ કીવર્ડની મદદથી તપાસ કરી ત્યારે અનેક ન્યુઝ એજન્સી દ્વારા પ્રકાશિત ખબર જોવા મળી. જેમાં આ દાવા વિષે વાત કરવામાં આવી છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે, તમામ ફોનના રેકોર્ડીંગ કરવામાં આવશે તેમજ તમામ ફોનનું મોનીટરીંગ મંત્રાલય દ્વારા કરવામાં આવશે.

બીજી તરફ અલગ-અલગ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ફેસબુક , વોટ્સએપ , ઇન્સ્તાગ્રામ વગેરે પર આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે.

જયારે આ મેસેજના કીવર્ડ સાથે ગુગલ પર તપાસ શરુ કરી ત્યારે અયોધ્યા જીલ્લા અધિકારી અનુજ કુમાર દ્વારા આ મુદા પર સ્પષ્ટતા કરતો વિડીઓ જોવા મળે છે. જેમાં તેઓ એ કહ્યું છે કે માત્ર હેટ સ્પીચ, ધાર્મિક ખબરોને ખોટી રીતે વાયરલ કરવા પર તેમજ રેલી , બેનરો , સભાઓ વગેરે પર રોક લગાવવામાં આવી છે. તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વાયરલ મેસેજ પર નજર રાખવામાં આવશે.
વાયરલ મેસેજમાં કરવામાં આવેલા દાવા અંગે તેઓએ ખુલાસો આપતા કહ્યું કે જે પ્રકારે વોટ્સએપ પર અને અન્ય જગ્યા પર મેસેજ વાયરલ થઈ રહ્યા છે, અને કહેવામાં આવ્યું છે કે તમામ ફોનના રેકોર્ડીંગ કરવામાં આવશે અને તમામ ફોનને મંત્રાલય સાથે જોડવામાં આવશે વગેરે જેવા દાવો ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ન્યુઝ સંસ્થાન (ANI) દ્વાર ટ્વીટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 28 ડીસેમ્બર સુધી સોશિયલ મિડિયા પર દેવી-દેવતા કે ધાર્મિક પોસ્ટરો કે પ્રચાર કરવામાં નહી આવે.
Ayodhya District Magistrate, Anuj Kumar Jha prohibits social media messages & posters on Ayodhya land case, that could disturb communal harmony, in view of upcoming festivals & verdict in Ayodhya land case. Prohibition will stay in force till 28th December, 2019.
— ANI UP (@ANINewsUP) November 4, 2019
#UPPInNews #ayodhyapolice @Uppolice @adgzonelucknow @igrangeayodhya @dgpup @IpsAshish pic.twitter.com/2SAcbNB0go
— AYODHYA POLICE (@ayodhya_police) November 4, 2019
વાયરલ થઇ રહેલા મેસેજ એક ફેક ન્યુઝ છે અને જેને માહિતીમાં ફેરફાર કરી ફેલાવવામાં આવી રહી છે. તેમજ આ વાયરલ મેસેજ અંગે અયોધ્યા ડીએમ પણ ખુલાસો આપી ચુક્યા છે, કે આ એક ભ્રામક ખબર છે.
ટુલ્સ :-
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
યુટ્યુબ સર્ચ
પરિણામ :- ભ્રામક દાવો (ફેક્ન્યુઝ)
( નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો checkthis@newschecker.in )
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025