ક્લેમ :-
ગરીબોનો વિધ્વંશ કરીને કરેલો કહેવાતો વિકાસ દેશને તારશે કે ડૂબાડશે? અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ આવે છે એટલે લારી-ગલ્લા હટાવાઈ રહ્યા છે. આ પ્રકારના દાવા સાથે એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વેરિફિકેશન :-
ફેસબુક ને ટ્વીટર પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દાબણ હટાવ કામગીરી થઇ રહી છે. આ વિડિઓને ગુજરાતમાં ટ્રમ્પના આવવાના કારણે આ તૈયારીઓ થઇ રહી છે, અને લારી-ગલ્લા હટાવવામાં આવી રહ્યા છે. વાયરલ વિડિઓ સાથે “વિકાસના નામે ગરીબોની રોજી-રોટી છીનવાઈ રહી એવું દર્શાવતો આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ આવે છે એટલે લારી-ગલ્લા હટાવાઈ રહ્યા છે”
આ વિડિઓને લઇ Rajkot Right Now નામના ફેસબુક પેજ પર આ વિડિઓને લઇ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વિડિઓ ભારતના ક્યાં શહેરનો છે તેની ખરાઈ થઇ નથી તેમજ સોશિયલ મિડિયા પર લોકો તેને અલગ-અલગ દાવા સાથે શેયર કરી રહ્યા છે.
આ ઉપરાંત ફેસબુક પર આ વિડિઓને યુપીનો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “गरीबी मुक्त भारत बनाने की तैयारी। योगी जी के उत्तर प्रदेश से शुरू।”
આ વિડિઓની સત્યતા તાપસવા માટે અમે વિડિઓના સ્ક્રીન શોટને અલગ-અલગ ટુલ્સ સાથે સર્ચ કરતા યાનડેક્ષ સર્ચ પર આ વિડિઓને યુટ્યુબ પર અપલોડ થયેલ લિંક જોવા મળે છે, જેમાં આ વિડિઓ ભુનેશ્વર ઓડિશાના મ્યુનિસિપલ માર્કેટનો હોવાનું સામે આવ્યું છે. તેમજ યુટ્યુબ પર મળેલ વિડિઓમાં odisha television ltd વોટર માર્ક પણ જોવા મળે છે.
વાયરલ વિડિઓને લઇ મળતા પરિણામ પરથી સાબિત થાય છે કે આ વિડિઓ યુપી, ગુજરાત કે કોઈ અન્ય શહેરનો નહીં પરંતુ ઓડિશાના ભુનેશ્વર શહેરનો છે. જેને ગુજરાતમાં ટ્રમ્પના આવવાના કારણે થઇ રહ્યા હોવાના તેમજ યુપીમાં ગરીબ હટાવો આંદોલનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
YANDEX SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 )