Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
ભારતીય સૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને 60થી વધુ લોકો માર્યા ગયા છે. તેમજ ભારત એક હિન્દૂ આતંકવાદી રાજ્ય બન્યું છે. ભારતીય સૈનિકોએ માનવતાની બધી સીમાઓ વટાવી દીધી છે.
વેરિફિકેશન :-
તાન્ઝાનિયામાં ટેન્કર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. રાજધાની દર એસ સલામથી પશ્ચિમમાં લગભગ 200 કિલોમીટર પશ્ચિમમાં આવેલા મોરોગોરોની હદમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાની વિગત પ્રમાણે લોકો આ એક્સિડન્ટ થયેલા ટેન્કર માંથી લોકો તેલ(ઇંધણ) ચોરી કરી રહ્યા હતા, તે સમયે અચાનક ટેન્કરમાં વિસ્ફોટ થતા આસપાસના લોકો આ વિસ્ફોટનો ભોગ બન્યા અને અંદાજે 60થી વધુ લોકો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા.
خونی ہندوستانی فوجی انسانیت کی تمام حدیں عبور کرچکے ہیں۔ یہ بلا شبہ ہندو دہشت گرد ریاست بن چکی ہے۔ دہلی کے قانون ساز امانت اللہ خان کی 30سیکنڈ کی ویڈیو نے پوری پوری دنیا کو چونکا دیا ، دیکھنے کے بعد آگے بھیجنا مت بھولیئے گا pic.twitter.com/L01rfX9MoE
— ⚡Lubna (@lubnawaaris) October 13, 2019
10 ઓગસ્ટ 2019ના રોજ તાન્ઝાનિયામાં બનેલી ટેન્કર વિસ્ફોટની ઘટનાનો આ વિડિઓ એક પાકિસ્તાની ટ્વીટર એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “આ ભારતીય સૈનિકો દ્વારા કરાયેલું કતલેઆમ છે. ભારત એક હિન્દૂ આતંકવાદી રાજ્ય બન્યું છે.
આ વાયરલ પોસ્ટનું સત્ય જાણવા માટે જયારે અમે ગુગલ કીવર્ડ, ફેસબુક, યૂટ્યૂબ સર્ચની મદદ લીધી ત્યારે આ ઘટનાને લઇ અલગ-અલગ ન્યુઝ એજન્સીના રિપોર્ટ જોવા મળ્યા, જે 10 ઓગસ્ટ 2019ના પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાન્ઝાનિયા ન્યુઝ એજન્સીઓએ પણ આ મુદ્દે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા છે.
નિષ્કર્ષ, આ એક ફેક વાયરલ પોસ્ટ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સૈનિકો દ્વારા હુમલો કરાયો છે. આ દાવો અહીંયા ખોટો સાબિત થાય છે અને આ એક ફેક ન્યુઝ છે.
વાપરવામાં આવેલા ટુલ્સ
- ગુગલ એડવાન્સ સર્ચ
- ટ્વીટર એડવાન્સ સર્ચ
- ફેસબુક સર્ચ
- ન્યુઝ રિપોર્ટ
પરિણામ :- ખોટા દાવા ( ફેક ન્યુઝ)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.