ક્લેમ:
સોશિયલ મીડિયા પરની એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ બેંક ભારત પાસે 1,31,100 મિલિયન ડોલરની રકમ માંગે છે મતલબ કે ભારત પર આટલી રકમનું ભારણ છે. આ તસ્વીરમાં ઉલ્લેખિત દાવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર આ કથિત બાકી રકમ માટે જવાબદાર છે.
આ તસ્વીર ફેસબુક પર શેયર કરવામાં આવી જેમાં તે 7 હજારથી વધુ લોકોએ શેયર કરી હતી.
વેરીફીકેશન:
તો આ દાવાની તપાસ કરવા માટે અમે વર્લ્ડ બેંક અને તેની સાથે જોડાયેલી બે સંસ્થાના રિપોર્ટ શોધવાના પ્રયત્નો કર્યા છે. જેમાં વર્લ્ડ બેંકમાં બે મોટી સંસ્થાઓનો સમાવેશ છે, જે આંતરરાષ્ટ્રીય બેંક ઓફ રિસ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (આઇબીઆરડી) અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન (આઈડીએ) છે.
20 જુલાઈ ૨૦૧૮ના રોજ 16મી લોકસભા સત્ર દરમિયાન આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, જેના જવાબમાં સરકારે 2004 થી 2018 માર્ચ સુધી લોનની ચુકવણીની નોધ થયેલી છે. જે માહિતી અનુસાર ભારત પાસે વર્લ્ડ બેંક માટે 34,285 મિલિયન ડોલર જ માંગી રહી છે. જેને વાયરલ પોસ્ટમાં 1,31,100 મિલિયન ડોલર બતાવી ફેલાવવામાં આવે છે.
આઇબીઆરડી વૈશ્વિક વિકાસ સહકારી સંસ્થા છે, જેની માલિકી 189 સભ્ય દેશોની છે, જે મધ્યમ આવક અને ઓછી આવક ધરાવતા દેશોમાં લોન, ગેરંટી, જોખમ વ્યવસ્થાપન ઉત્પાદનો, અન્ય લોકો માટે પૂરી પાડે છે. જયારે આઈડીએની નાણાકીય સંસ્થા વિશ્વના સૌથી ગરીબ દેશો માટે વિકાસલક્ષી લોન બનાવે છે. તે વિશ્વના 76 ગરીબ દેશો માટે સહાયના સૌથી મોટા સ્રોતમાંથી એક છે.
હવે, ચાલો IDA રેકોર્ડ્સ અને આઇબીઆરડી રેકોર્ડ્સ જોઈએ:
આઇબીઆરડી અને આઈડીએ ડેટા ઉમેરવા પર પણ આ રકમ 15,560 મિલિયન ડોલરથી વધુની હોવાનું બહાર આવ્યું છે. જયારે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે $ 1,31,100 મિલિયનની નજીકનો આંકડો પણ નથી. જે પ્રમાણે વર્લ્ડ બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટા (માહિતી)ના આધારે આ દાવો ખોટો સાબિત થાય છે અને આ એક ભ્રામક માહિતી છે તે સાબિત થાય છે.
વાપરવામાં આવેલા ટુલ્સ:
- ગુગલ એડવાન્સ સર્ચ
- ફેસબુક સર્ચ
- વર્લ્ડ બેંક ડેટા
પરિણામ: ભ્રામક
(ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો: checkthis@newschecker.in)