ક્લેમ :-
આજે 14 ફેબ્રુઆરી , ગયા વર્ષે આ દિવસે ભારતીય આર્મી માટે દુઃખનો દિવસ પુલવામા અટેક, ત્યારે આજે સોશિયલ મિડિયા પર પુલવામા અટેકને લઇ એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
વેરિફિકેશન :-
પુલાવમા હુમલાને લઇ સોશિયલ મિડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક રોડ પર ટ્રકમાં બૉમ્બ બાલ્સટ થાય છે. આ વિડિઓ સાથે પુલાવમા હમલો વિનમ્ર શ્રધ્ધાંજલી કેપશન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ફેસબુક અને ટ્વીટર પર એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે, જેમાં શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટે કોઈ એડિટેડ વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં ઉપર વાયરલ થયેલ વિડિઓ તેમજ અન્ય તસ્વીરોને એડિટ કરવામાં આવી છે.
જયારે આ વિડિઓના સ્ક્રીન શોટને રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા સમાન દાવા સાથે વાયરલ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. આ તમામ વિડિઓમાં પુલવામા અટેકના નામ પર અલગ-અલગ પ્લેટફોર્મ પર આ વિડિઓ ફેલાવવામાં આવ્યો હતો.
આ વાયરલ વિડિઓને લઇ 16 ફેબ્રુઆરી 2019ના alt news દ્વારા આ વિષય પર ફેક્ટ ચેક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો, જે મુજબ આ વિડિઓ માર્ચ 2008માં યુટ્યુબ પર પહેલી વખત પબ્લિશ કરવામાં આવ્યો હતો. આ વિડિઓ ઇરાકના એક ટ્રક બૉમ્બનો છે જે 10 વર્ષ જુના વિડિઓને પુલાવમા અટેક સમયે વાયરલ કરવામાં આવ્યો હતો.
ત્યારે આજે પુલવામા હમલાને 1 વર્ષ પૂર્ણ થતા આજે તેની શ્રધ્ધાંજલી માટે સોશિયલ મિડિયા પર આ વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. જે પુલવામા અટેકનો વિડિઓ નથી, 2008ના વિડિઓને ખોટા દાવા સાથે વાયરલ કરવામા આવ્યો છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
YANDEX SEARCH
YOUTUBE SEARCH
TWITTER SEARCH
ALT NEWS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)