Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
મુંબઈના થાણે ખાતે એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાથી ભારે જાનહાની સર્જાઈ હોવાના દાવા સાથે એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બ્રિજના કાટમાળ નીચે દટાયેલ કારના દર્શ્યો જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના મુંબઈ થાણે ખાતે બનેલ છે.
ફેસબુક યુઝર્સ આ વીડિયોને “આજ મુંબઈ થાણે માં ચાલુ કામમાં બનતો પુલમાં ના બે પીલર ટુટી જવાથી દસ નવી બ્રાન્ડ ગાડીઓ અને તેમાં બેઠેલા ઓ નો છુંદો બોલી ગયો ભગવાન તમાંમ ભોગ બનેલા ના આત્મા ને શાંતિ આપે ૐ શાંતિ” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.
અહીં વાંચો : વાયરલ વિડીયો અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા 17 ફેબ્રુઆરીના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
મુંબઈના થાણે ખાતે એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાથી ભારે જાનહાની સર્જાઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 15 મે, 2018ના ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ અનુસાર, “વારાણસીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં નિર્માણાધીન ફ્લાયઓવરનો એક ભાગ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા અને ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, હજુ પણ ઘણા લોકો તેની નીચે દટાયા હોવાની આશંકા છે.”
આ ઘટના પર અન્ય મીડિયા રિપોર્ટ્સ અહીં, અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે. આ તમામ અહેવાલો પુષ્ટિ કરે છે કે વાયરલ વિડિઓ 2018માં વારાણસીમાં બનેલ ઘટનાનો છે. વારાણસીના કેન્ટ વિસ્તારમાં ફ્લાયઓવરના બે થાંભલા તૂટી પડતા કોંક્રિટનો મોટો મલબો નીચે આવ્યો હતો.
મુંબઈના થાણે ખાતે એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાથી ભારે જાનહાની થઈ હોવાના ભ્રામક દાવા સાથે 2018માં વારાણસી ખાતે બનેલ ઘટનાનો વિડીયો શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીયો વર્ષ 2018માં વારાણસીના કેન્ટ વિસ્તારમાં બનેલ દુર્ઘટના છે.
Our Source
The Newsminute report, February 25, 2021
Indian Express report, May 25, 2018
YouTube Video Of ABP News, MAY 15, 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044