વારાણસી નરેન્દ્ર મોદીનો સંસદીય ક્ષેત્ર છે, અને 13 ડિસેમ્બરે તેઓ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને વારાણસીની મુલાકાતે હતા. દિવસ દરમિયાન ઉદ્ઘાટન અને પૂજા કર્યા બાદ નરેન્દ્ર મોદી યુપીના મુખ્યમંત્રી સાથે રાત્રે વારાણસીના અન્ય સ્થળોની મુલાકાતે નીકળ્યા હતા. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે. જે સાથે દાવો કરવામાં આવ્યો છે, વારાણસીના લોકો મોદી અને યોગીની સામે ‘મોદી હાય-હાય, ચોર હૈ-ચોર હૈ’ જેવા નારા લગાવી રહ્યા છે.
ફેસબુક યુઝર્સ દ્વારા “2022 ની તૈયારી થઈ ચુકી છે ભારતીય જનતા હવે જાગી હોય એવું લાગે છે” ટાઇટલ સાથે 25 સેકન્ડનો વિડિઓ શેર કરવામાં આવ્યો છે, જેમાં ‘મોદી હાય-હાય અને ચોર હૈ’ ના નારા લગાવવામાં આવી રહ્યા છે. વાયરલ વિડિઓ 2k થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, તેમજ ઘણા યુઝર્સ દ્વારા ભ્રામક વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Fact Check / Verification
વારાણસીના લોકોએ મોદી અને યોગી વિરુદ્ધ ‘મોદી હાય-હાય અને ચોર હૈ’ ના નારા લગાવ્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલા વિડિઓ ના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર DNAIndiaNews , ABP NEWS HINDI દ્વારા 14 ડિસેમ્બરના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. આ વિડીઓમાં ‘જય શ્રી રામ અને મોદી ઝિંદાબાદ’ ના નારા સાંભળી શકાય છે.
આ પણ વાંચો :- લગ્નના વરઘોડામાં બગ્ગીમાં આગ લાગવાની ઘટના સુરત શહેરની હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ન્યૂઝ18ના એન્કર અમન ચોપરા દ્વારા સમાન વિડિઓ ટ્વીટ કરવામાં આવેલ છે, જે વિડીઓમાં ‘જય શ્રી રામ, હર હર મહાદેવ’ જેવા અવાજ સંભળાય છે. ઉપરાંત, ANINewsUP દ્વારા પણ સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે.
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે રાત્રે વારાણસીના રસ્તા પર ચાલી રહ્યા છે અને તેમની પાછળ ઉભેલા લોકોમાંથી ‘જય શ્રીરામ, હર-હર મહાદેવ, મોદી ઝિંદાબાદ’ જેવા નારા લગાવવામાં આવી રહ્યા છે. જયારે વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ ‘મોદી હાય-હાય અને ચોર હૈ’ જેવા કોઈ નારા સાંભળવા મળતા નથી.
Conclusion
વારાણસીમાં ‘મોદી હાય-હાય અને ચોર હૈ’ ના નારા લાગ્યા હોવાના દાવા સાથે PM મોદી અને યોગી આદિત્યનાથનો વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વારાણસીના લોકો દ્વારા આ પ્રકારે PM મોદી વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા નથી, પરંતુ લોકો દ્વારા જય શ્રીરામ, હર-હર મહાદેવ, મોદી ઝિંદાબાદ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
Result :- Manipulated
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044