Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
(Kumbh Mela 2021), ગુજરાતમાં Corona હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસ કોરોનાના કેસનો આંકડો 5 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5469 નવા કેસ નોંધાયા છે અને 2976 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
આ તમામ વચ્ચે સરકારે કોઈપણ રાજકીય કે સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જયારે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. લોકો નદીમાં સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે, Kumbh Melaમાં શાહી સ્નાન કરતી વખતે કોરોના નહીં આવે પરંતુ કારમાં એકલા ફરવાથી પણ કોરોના થઇ જશે!
હરીદ્વારમાં ચાલી રહેલ કુંભ મેળામાં (Kumbh Mela) શાહી સ્નાન સમયે થયેલ ભીડના દર્શ્યો શેર કરી Corona સંદર્ભે વાયરલ કરવામાં આવેલ તસ્વીર જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા timesofindia અને BBC દ્વારા 2019માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, અલ્હાબાદમાં યોજાયેલ Kumbh Melaના તહેવારને પૃથ્વી પર માનવતાનો સૌથી મોટો મેળાવડો ગણાવાય છે, જેમાં 110 મિલિયન લોકો 49 દિવસથી વધુની હાજરી આપે છે.
સામાન્ય રીતે 12 વર્ષે એક વાર Kumbh Mela યોજાય છે. પણ આ વર્ષે તે 11 વર્ષે આવી ચૂક્યો છે. અનેક વર્ષો જૂના આ મેળામાં 4 વાર એવું પણ થયું છે કે તે 12 વર્ષના બદલે 1 વર્ષમાં ફરી વખત આવ્યો હોય. લોકો આ મેળામાં શાહી સ્નાન અને અખાડામાં ભજન કરશે હરિગંગા કિનારે કુંભમેળાનો યોગ બન્યો હતો. 1072માં આવલા કુંભ મેળા બાદ તરત જ બીજા વર્ષે 1073માં પહેલીવાર 1 વર્ષ બાદ હરિદ્વારમાં કુંભનો યોગ બન્યો હતો.
મળતી માહિતી અનુસાર સોમવાર 1 એપ્રિલ વર્ષ 1072માં કુંભ મેળાનું પ્રમુખ વૈશાખી સ્નાન થયું હતું. અને પછી તરત જ બીજા વર્ષે પણ આ અવસર આવ્યો હતો અને 1073માં જ ફરીથી કુંભ સ્નાનનો યોગ બન્યો હતો. આ પછી રવિવાર 5 એપ્રિલ 1333 અને સોમવાર 5 એપ્રિલ 1334, શનિવાર 6 એપ્રિલ 1417, ગુરુવાર 11 એપ્રિલ 1760 અને શુક્રવાર 11 એપ્રિલ 1761માં કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો.
આ પણ વાંચો :- ગુજરાતમાં સંપૂર્ણં Lockdown લાગુ થવાનું હોવાની માહિતી તદ્દન ભ્રામક છે, જાણો શું કહે છે CM
Kumbh Melaમાં શાહી સ્નાન કરતી વખતે આ ભીડના દર્શ્યો સર્જાયા હોવાના દાવા પર વધુ તપાસ કરતા kumbh.gov ની આધિકારિક વેબસાઈટ પર વાયરલ તસ્વીર જોવા મળે છે . જે મુજબ 2019માં અલ્હાબાદ ખાતે આયોજન થયેલ કુંભ મેળામાં શાહી સ્નાન સમયે લેવાયેલ તસ્વીર હાલના સંદર્ભમાં ખોટા દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, હરિદ્વારમાં યોજાનાર Kumbh Melaમાં ભાગ લેવા માટે Corona આટીપીસીઆર (RTPCR) ટેસ્ટ અથવા વેક્સિન લીધાનું સર્ટિફિકેટ હોવુ ખૂબ જ જરૂરી છે.
હરિદ્વારમાં ચાલી રહેલ કુંભ મેળામાં શાહી સ્નાન સમયે લોકોની આ પ્રકારે ભીડ જોવા મળી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. 2019માં અલ્હાબાદમાં યોજાયેલ કુંભ મેળામાં શાહી સ્નાન સમયે લેવામાં આવેલ તસ્વીર હાલ કોરોના વાયરસના વધતા કેસના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
January 4, 2022
Prathmesh Khunt
December 23, 2022
Prathmesh Khunt
May 12, 2020