Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં Corona સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે Lockdownનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.
અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે. સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ અને વિડિઓ જોવા મળ્યા જેમાં ગુજરાતમાં કામ અર્થે આવેલા પરપ્રાંતીઓમાં ફરી એક વખત Lockdown ના ડર સાથે પોતાના વતન રવાના થવા નીકળી રહ્યા છે.
ત્યારે રાજકોટ-વડોદરામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક Lockdown અને વીકએન્ડ કરફ્યૂ માટે સરકારમાં વિચારણા કરી રહી છે. રાજ્યમાં ૨૧૨ જેટલો મોટા ગામડાઓ અને ૧૭થી વધારે શહેરોમાં સ્વયંભૂ શનિ- રવિ દરમિયાન સ્વૈચ્છિક બજારો બંધ રાખવાના એલાનો થયા છે.
હાઇકોર્ટના નિર્દેશ બાદ લોકોમાં Lockdown ફરી લાગુ થવાનો ભય પણ જોવા મળ્યો સાથે સોશ્યલ મીડિયા પર આ દાવાને સમર્થન કરતી ભ્રામક પોસ્ટ પણ જોવા મળે છે. ફેસબુક પર TV9 ગુજરાતી ન્યુઝ ચેનલ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી “આવતીકાલ થી સંપુર્ણ લોકડાઉન | ગુજરાતમાં લોકડાઉન” કેપશન સાથેની પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર દ્વારા કુલ 20 શહેરોમાં નાઈટ કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર સંપૂર્ણ Lockdown થવાનું હોવાની ભ્રામક પોસ્ટ મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન BBC અને divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, હાઈકોર્ટના સૂચન પછી મોડી રાત્રે સરકાર દ્વારા આ 9 સૌથી મોટી જાહેરાતો કરવામાં આવેલ છે. જેમાં 8 મહાનગરપાલિકા સહિત 20 જિલ્લામાં રાત્રે 8થી સવારે 6સુધી કર્ફ્યૂ. ઓક્સિજન ઉત્પાદન કરતી કંપનીઓએ હવે 60ને બદલે 70 ટકા જથ્થો આરોગ્ય વિભાગને આપવાનો રહેશે. લગ્ન પ્રસંગોમાં 200 નહીં પણ માત્ર 100 મહેમાનને જ મંજૂરી. મોટા રાજકીય, સામાજિક મેળાવડા પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ. 50થી વધુ લોકો ભેગા નહીં શકે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીઓ શનિ-રવિવારે બંધ રહેશે. ચાલુ દિવસોમાં મુલાકાતીઓની મર્યાદિત કરાશે.
મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતો બાદ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ લોકડાઉન અંગેની ભ્રામક ખબર પર પૂર્ણ વિરામ મુકતા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં Lockdown લાદવામાં નહીં જ આવે અમદાવાદમાં આઠ હજાર નવા બેડ અને રાજકોટમાં અઢી હજાર નવા બેડની વ્યવસ્થા યુદ્ધના ધોરણે થઇ રહી છે. લોકડાઉન તો દુર, રાજયમાં દિવસનાં કફર્યુ પણ કોઈ વિચારણા નથી.
ગુજરાતમાં વધી રહેલા Corona કેસ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને આયોજનો અંગે મુખ્યમંત્રી દ્વારા લાઈવ કોન્ફરન્સ મારફતે કરવામાં જાહેરાતો અહીંયા તેમના ફેસબુક એકાઉન્ટ પર જોઈ શકાય છે. જેમાં આગામી દિવસોમાં Lockdown લાગુ કરવા અંગે કોઈપણ માહિતી આપવામાં આવેલ નથી.
Corona વાયરસના વધતા કેસ જોતા રાજ્ય સરકાર દ્વારા માત્ર નાઈટ કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ છે, ફરી એક વખત લોકડાઉન લાગુ થવાનું હોવાના વાયરલ મેસેજ તેમજ ન્યુઝ રિપોર્ટ તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે પરંતુ આપણે તેમની સામે બરાબર લડત આપી કાબૂમાં લઈ લેશું. પરંતુ Lockdown કે કર્ફ્યુનો હાલ કોઈ જ વિચાર નથી વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.
BBC
divyabhaskar
gujaratmirror
CM Facebook
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
March 18, 2025
Dipalkumar Shah
March 17, 2025
Dipalkumar Shah
February 14, 2025