ગઈકાલે 26મી જાન્યુઆરી એટલે ભારતનો પ્રજાસતાક દિવસ, આ દિવસે દિલ્હી ખાતે રાજપથ પર પરેડ કાર્યક્રમ અને અન્ય રાજ્યની ઝાંખી રજૂ કરવામાં આવેલ છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર યુઝર્સ દ્વારા 26મી જાન્યુઆરીની શુભકામનાઓ પાઠવાતી અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર ઘોડા પર સવાર જવાનોની તસ્વીર શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે, આ ભારતીય જવાનોને બ્રિટિશ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો છે.
ફેસબુક પોસ્ટ “ઇતિહાસમાં પહેલી વાર બ્રિટિશ કપડાં જવાનો ને પહેરાવ્યા, મતલબ શુ ? Rss ની વિચારધારા થોપાઈ છે જે બ્રિટિશની ગુલામી સૂચવે છે ? અફસોસ” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે. અહીંયા DDNews ચેનલ પર ચાલી રહેલ 26મી જાન્યુઆરી પરેડના લાઈવ પ્રસારણ પરથી લેવામાં આવેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
ભારતીય જવાનો બ્રિટિશ યુનિફોર્મ પહેરીને 26મી જાન્યુઆરીના પરેડ માટે ઉભા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા રાજપથ ખાતે યોજાયેલ 2022ની પરેડના અનેક વિડિઓ જોવા મળે છે. જેમાં આ લાલ કલરના યુનિફોર્મ સાથે ઘોડે સવાર જવાનો જોવા મળે છે. વિડીઓમાં આ ઘોડે સવાર રાષ્ટ્ર્પતિની સુરક્ષામાં લાગેલા હોવાનું પણ જણાય છે.

જયારે, રાષ્ટ્રપતિના સુરક્ષા દળ વિષયે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે, રાષ્ટ્રપતિના બોડી ગાર્ડ (PBG) એ સૌથી જૂનું અને હયાત માઉન્ટેડ યુનિટ છે. તેમજ આ યુનિટ ભારતીય સેનાની સૌથી વરિષ્ઠ રેજિમેન્ટ છે. પીબીજીની શરૂઆત ગવર્નર વોરન હેસ્ટિંગ્સ દ્વારા સપ્ટેમ્બર 1773માં કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- સાવરકુંડલામાં આવેલ એક મંદિરના પૂજારી સાથે રાત્રે મંદિરમાં દિપડા સુવા આવતા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
આ અંગે રાષ્ટ્રપતિ ભવનની ઓફિશ્યલ વેબસાઈટ પર પણ લાલ યુનિફોર્મમાં ઘોડા પર બેઠેલા ભારતીય જવાનો જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ યુનિફોર્મ PBG યુનિટનો સરેમોનિયલ એટલેકે ખાસ ઉજવણી પ્રસંગે જેમકે આઝાદી દિવસ, પ્રજાસતાક દિવસના દિવસે પહેરવા માટે બનવવામાં આવેલ છે.
Conclusion
ઇતિહાસમાં પહેલી વાર બ્રિટિશ કપડાં જવાનો ને પહેરાવ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર રાષ્ટ્રપતિ માટે રાખવામાં આવેલ સુરક્ષા દળનું એક યુનિટ છે. સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રપતિના બોડી ગાર્ડ (PBG) યુનિટના જવાનો બ્રિટિશ યુનિફોર્મ પહેરીને ઉભા હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044