Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – વાયનાડ ભૂસ્ખલનની દુર્ઘટના બાદ આરએસએસનાં કાર્યકર્તાઓ દ્વારા રાહત કામગીરી થતી હોવાનો વીડિયો
Fact – વીડિયો આરએસએસની રાહત કામગીરીનો નથી. તે સીપીઆઈ (એમ)ની ડીવાયએફવાય પાંખની કામગીરીનો વીડિયો છે.
30 જુલાઈએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના બાદ 250થી વધુ લોકો માર્યાં ગયા છે. એવામાં સોશિયલ મીડિયા પર વિનાશક ભૂસ્ખલન બાદ રાહત પ્રયાસોની કામગીરી તરીકે RSSના કાર્યકરો રાહતકાર્ય કરી રહ્યાના દાવા સાથે વીડિયો વાઇરલ થયો છે.
જોકે, ન્યૂઝચેકરને જાણવ્યા મળ્યું છે કે આ કામગીરી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકર્તાઓ નહીં પણ એક અન્ય સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે.
ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
ન્યૂઝચેકરે વીડિયોની તપાસ કરતા માલૂમ પડ્યું કે 41 સેકન્ડના વીડિયોમાં વિઝ્યૂઅલમાં શરૂઆતમાં દેખાતી મહિલા મલયાલમ અભિનેત્રી નિખિલા વિમલ છે.
આથી ગૂગલ કીવર્ડ સર્ચ કરવા અમે “નિખિલા વિમલ વાયનાડ લેન્ડસ્લાઇડ્સ” માટે સર્ચ કર્યું. જેમાં અમને ઘણા સમાચાર અહેવાલો પ્રાપ્ત થયા.
અહેવાલો અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે, જેમાં જણાવવામાં આવ્યું કે, અભિનેતા રાહત કામગીરીમાં સામેલ સ્વયંસેવકો સાથે જોડાયાં હતાં. વાયનાડ ભૂસ્ખલનના ભોગ બનેલા લોકો માટેની રાહત કામગીરીમાં તેઓ સામેલ છે.
જુલાઈ 31-2024ના રોજના માતૃભૂમિના અંગ્રેજી અહેવાલ અનુસાર,“વાયનાડ ભૂસ્ખલનના પીડિતો માટે ચાલી રહેલા રાહત કાર્ય વચ્ચે અભિનેત્રી નિખિલા વિમલે કામગીરીમાં ભાગ લઈને સક્રિય ભૂમિકા ભજવી છે. તે અસરગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ પેક કરવા અને મોકલવા માટે DYFI દ્વારા સ્થાપિત તાલિપરંબા કલેક્શન સેન્ટરમાં સ્વયંસેવકો સાથે જોડાયા હતા.”
કોઈપણ અહેવાલમાં એવો ઉલ્લેખ નથી કરાયો કે, તે આરએસએસ શિબિર છે.
વધુ સર્ચ કરતા અમને 31 જુલાઈ-2024ના રોજ CPI(M), DYFIના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ મૂળ વિડિઓ પણ પ્રાપ્ત થયો.
મલયાલમમાં કરાયેલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટનું અનુવાદ આ રીતે છે. “ફિલ્મ સ્ટાર નિખિલા વિમલ DYFI તાલીપરંબા કલેક્શન સેન્ટરમાં સક્રિય છે, જેઓ વાયનાડ મોકલવા માટે જરૂરી ચીજવસ્તુઓ એકત્રિત કરી રહ્યા છે.”
આથી ઉપરોક્ત બાબતો રાહત કામગીરીનો વિડિયો આરએસએસના રાહતકાર્યનો નથી તેની પુષ્ટિ કરે છે.
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે વાઇરલ વીડિયો આરએસએસની રાહતકામગીરીનો નથી. તે ખરેખર એક અન્ય સંગઠન દ્વારા વાયનાડ ભૂસ્ખલન પીડિતો માટે ચલાવાઈ રહેલી રાહત કામગીરીનો છે.
Sources
OnMonorama અહેવાલ , 31 જુલાઈ, 2024
Instagram વિડિયો , DYFI કેરળ, જુલાઈ 31, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Vasudha Beri
November 13, 2024
Kushel Madhusoodan
July 5, 2024
Prathmesh Khunt
April 13, 2023