મહારાષ્ટ્રના બોર્ડર નજીક આવેલ ગઢચિરોલી વિસ્તારમાં નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઈ હતી, જેમાં કેટલાક નક્સલીઓ માર્યા ગયા હતા. પોલીસ અથડામણમાં મૃત્યુ પામેલા નક્સલીઓની ખબર સાથે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે. આ વિડીઓમાં ભારતીય જવાનો નક્સલીઓના શબ લઈને ગઢચિરોલી હેડક્વાર્ટર પરત ફર્યા હતા, જ્યાં તેમની ટીમનું ઢોલ-નગારા વગાડીને સ્વાગત કરાયું હતું.
ન્યુઝ સંસ્થાન Dvyabhaskar, Khabarchhe, Khabargujarat અને CN24 દ્વારા “26 નક્સલીના શબ લઈને પરત ફર્યા કમાન્ડો, સ્વાગતમાં વગાડવામાં આવ્યા ઢોલ” હેડલાઈન સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. જેમાં જવાનો ઠાર થયેલા નક્સલીઓ લઈને આવે છે, અને જવાનોની બહાદુરી માટે તેમનું સ્વાગતમાં બેન્ડ-બાજા સાથે કરવામાં આવે છે.
Fact Check / Verification
ગઢચિરોલી વિસ્તારમાં નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણો બાદ કમાન્ડો 26 નક્સલીના શબ લઈને પરત ફર્યા અને તેમના સ્વાગતમાં વગાડવામાં આવ્યા ઢોલ વગાડવામાં આવ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન ETV દ્વારા 22 મેં 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના બોર્ડર નજીક આવેલ ગઢચિરોલી ખાતે નક્સલીઓ અને C-60 કમાન્ડો વચ્ચે થયેલ અથડામણમાં મળેલ સફળતા બાદ જિલ્લા પોલીસ મથક ખાતે તેમનું બેન્ડ-બાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જયારે, હાલમાં ગઢચિરોલી ખાતે થયેલ નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણો બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડિઓ અંગે ગઢચિરોલીના સુપ્રિટેન્ડેન્ટ પોલીસ અધિકારી Ankit Goyal તેમજ Gadchiroli Police દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે. ટ્વીટર મારફતે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કથિત રીતે C60 જવાનો ઉજવણી કરતા દર્શાવતો વીડિયો સોશ્યલ મીડિયા પર પ્રસારિત થઈ રહ્યો છે. જો કે તે એક જૂનો વીડિયો છે, તેમજ આ વિડિઓને તાજેતરના એન્કાઉન્ટર સાથે કોઈ સંબંધ નથી.

Conclusion
મહારાષ્ટ્રના બોર્ડર નજીક આવેલ ગઢચિરોલી વિસ્તારમાં નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણો બાદ સોશ્યલ મીડિયા પર ભારતીય જવાનો ઉજવણી કરી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ શેર કરવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક હેડલાઈન સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જૂનો હોવા અંગે ગઢચિરોલી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- Misleading / Partly False
Our Source
Gadchiroli Police :- (https://twitter.com/SP_GADCHIROLI/status/1460134608679301120 )
ETV News :- (https://www.youtube.com/watch?v=siSqvoECk18)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044