પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે બહુમત સાથે જીત મળેવી છે. ત્યારે, આ વખતે આમ આદમી પાર્ટી તરફથી પંજાબ મુખ્યમંત્રી પદનો ચહેરો ભગવંત માન છે. સોશ્યલ મીડિયા પર આમ આદમી પાર્ટી અને ભગવંત માન અંગે અનેક પોસ્ટ શેર થઈ રહી છે, આ ક્રમમાં આપ નેતા ભગવંત માન નશાની હાલતમાં હોય તેવો વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “આતો ચૂંટણીના કારણે ચક્કર આવી ગયા,પણ ભક્તો તો બેવડો હમજસે કેજરીવાલ” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓ વોટસએપ અને ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

દેશના પાંચ રાજ્યોની ચૂંટણી સમયે ફેલાયેલ ભ્રામક અફવાઓ પર ફેકટચેક જાણવા અહીં ક્લિક કરો
Fact Check / Verification
આપ નેતા ભગવંત માન નો નશાની હાલતનો વિડિઓ અંગે કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર માર્ચ 2017ના યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વાયરલ વિડિઓ “નશાની હાલતમાં મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત માન” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
ભગવંત માનનો નશાની હાલતનો વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા indiatoday અને TV24 India દ્વારા માર્ચ 2017ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, ભગવંત માન કે જેઓ પંજાબના આગામી મુખ્ય પ્રધાન બનવા માટે સખત મહેનત કરી રહ્યા છે, જ્યારે તેઓ તેમની કારની અંદર જવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ ઠોકર ખાતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખીનય છે કે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પણ 2017ના યોજાયી હતી.
Conclusion
આપ નેતા અને પંજાબના નવા બનવા જઈ રહેલા CM ભગવંત માન નશાની હાલતમાં જોવા મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ માર્ચ 2017માં લેવામાં આવેલ છે. 2017ની ચૂંટણી બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આપ નેતા ભગવંત માનનો વિડિઓ હાલના ચૂંટણી પરિણામ બાદનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context / Missing Context
Our Source
Facebook Search
Media Reports of indiatoday , TV24 India
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044