Fact Check
“નામજ પઢેગા ગુજરાત” ટેગલાઈન સાથે આમ આદમી પાર્ટીનું ભ્રામક પોસ્ટર વાયરલ, જાણો શું છે સત્ય

AAP morphed image viral against hindu rituals
આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ નો થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે ભગવાની કથાઓ અને ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરે છે. લોકો આવી વિધિ પાછળ લોકો સમય બગાડી રહ્યા હોઈ તેવું નિવેદન આપ્યું હતું. ધાર્મિક વિધિ પાછળ નાણા અને સમય બગાડે છે. આ વાયરલ વિડિઓ બાદ હિન્દૂ ધર્મના અગ્રણીઓ તેમજ કથાકારો દ્વારા આ મુદ્દે ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો, અને ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ તમામ ઘટનાઓ સંદર્ભે સોશ્યલ મીડિયા પર એક આમ આદમી પાર્ટીની જાહેરાત પોસ્ટર વાયરલ થયેલ છે. હાલ AAP દ્વારા આખા ગુજરાત માં જન સંવેદના મુલાકાત કરવામાં આવી રહી છે, જેને લઇ અનેક જગ્યાએ પ્રચાર અર્થે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં “નમાજ પઢશે ગુજરાત” અને “ભાગવત સપ્તાહ અને સત્યનારાયણ કથા જેવી ફાલતુ પ્રવૃત્તિ છોડો” ટેગલાઈન સાથે આ પોસ્ટર વાયરલ થયેલ છે.
ટ્વીટર પર Gujarat padhega namaz ટેગલાઈન સાથે વાયરલ તસ્વીર હાલ ખુબ જ શેર થઇ રહી છે. જયારે ફેસબુક પર પણ ‘નમાજ પઢશે ગુજરાત‘ સર્ચ કરતા અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ ભ્રામક વાયરલ તસ્વીર જોવા મળે છે.

Factcheck / Verification
નમાજ પઢેગા ગુજરાત ટેગ લાઈન સાથે વાયરલ થયેલ આમ આદમી પાર્ટી જાહેરાત પોસ્ટર પર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઓરીજનલ તસ્વીર જોવા મળે છે. જેમાં આમ આદમી પાર્ટી ફેસબુક ગ્રુપ દ્વારા “હવે બદલાશે ગુજરાત” ટેગ લાઈન સાથે પોસ્ટ જોવા મળે છે.
ટ્વીટર પર AAP મિશન 2022 ઓફિશ્યલ એકાઉન્ટ પરથી વાયરલ તસ્વીર તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત આ વાયરલ પોસ્ટર મુદ્દે ટ્વીટર યુઝર્સ Kapil, જે AAP સોશ્યલ મીડિયા ટિમ મેમ્બર છે. ટ્વીટ દ્વારા વાયરલ પોસ્ટર ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
અહીંયા વાયરલ પોસ્ટર અને ઓરીજનલ જાહેરાત ની સરખામણી જોઈ શકાય છે, જેમાં “નમાજ પઢેગા ગુજરાત” એડિટિંગ દ્વારા લખવામાં આવેલ છે.

આ પણ વાંચો :- કાશ્મીરમાં હિઝબુલના ટોપ કમાન્ડરના એન્કાઉન્ટર બાદ ન્યુઝ સંસ્થાનોએ શેર કરી ભ્રામક તસ્વીર
શા માટે આ પ્રકારે ગોપાલ ઇટાલિયા નો વિરોધ થઈ રહ્યો છે.
ગોપાલ ઇટાળિયાએ હિન્દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સમાજ વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કરી અયોગ્ય ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં છે. જેમાં તે ભગવાની કથાઓ અને ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરે છે. લોકો આવી વિધિ પાછળ લોકો સમય બગાડી રહ્યા હોઈ તેવું નિવેદન આપ્યું હતું.
ત્યારબાદ ગોપલા ઇટાલિયા નો તમામ જગ્યાએ હિન્દૂ અગ્રણીઓ અને બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, આ મુદ્દે સોમનાથ અને વિસાવદર ખાતે તેમના કાફલા પર હુમલો થયો હોવાના ન્યુઝ પણ સામે આવ્યા હતા. આ તમામ ઘટનાઓ વચ્ચે 29 જુલાઈના ફેસબુક પર ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ વિડિઓ પોસ્ટ કરવમાં આવેલ છે, જેમાં પોતાના દ્વારા આપવામાં આવેલ વિવાદિત નિવેદન મુદ્દે માફી માંગી હતી.
Conclusion
નામજ પઢેગા ગુજરાત ટેગ લાઈન સાથે વાયરલ થયેલ આમ આદમી પાર્ટીનું પોસ્ટર તદ્દન ભ્રામક છે. વાયરલ પોસ્ટર પર એડિટિંગ દ્વારા ભ્રામક લખાણ લખવામાં આવેલ છે. ઓરીજનલ પોસ્ટર પર “હવે બદલાશે ગુજરાત” ટેગલાઈન જોવા મળે છે.
Result :- Misleading
Our Source
Twitter AAP
Facebook
Gopal Italia FB
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044