Daily Reads
Weekly Wrap: ગંભીરા બ્રિજ, ગોપાલ ઇટાલિયા વિશેની 2 કરોડની ચેલેન્જના AI વીડિયો સહિતની ટોપ ફેક્ટ ચેક
વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના અને વિસાવદરથી આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીના ભાજપી ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચૂંટણી મામલેની બે કરોડ રૂપિયાની ચેલેન્જ સહિતની મિસઇન્ફર્મેશન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જેમાં આ બંને ઘટનાઓ મામલે એઆઈ વીડિયો વાઇરલ થયા હતા. તેને વાસ્તવિક વીડિયો તરીકે દાવા સાથે શેર કરાયા હતા પરંતુ તે અમારી તપાસમાં બનાવટી પુરવાર થયા. વાંચો આ સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

શું આ વીડિયો ગંભીરા બ્રિજ તૂટ્યો એ સમયના દૃશ્યોનાં છે? ના, તે ખરેખર AI જનરેટેડ છે
ગંભીરા બ્રિજ તૂટી ગયો એનો વાઇરલ વીડિયો હોવાના દાવો શેર કરાયો હતો. જેમાં વાહનો પુલ પરથી નીચે પડતા દેખાય છે. પરંતુ તપાસમાં તે વીડિયો ખરેખર એઆઈ જનરેટેડ નીકળ્યો. વધુ અહેવાલ અહીં વાંચો.

ગોપાલ ઇટાલિયા અને ભાજપી નેતા કાંતિ અમૃતિયા વચ્ચેની 2 કરોડની ચેલેન્જ મુદ્દે જનતાના ટીકાયુક્ત વીડિયો AI જનરેટેડ
ભાજપી નેતા કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને 2 કરોડની ચેલેન્જ આપ્યા બાદ વિસાવદરની જનતા દ્વારા મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ટીકા કરયાના વીડિયો. શેર કરવામાં આવ્યા. પરંતુ તે ખરેખર એઆઈ જનરેટેડ વીડિયો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

લંડન પ્લેન ક્રેશની ઘટનાના નામે દક્ષિણ આફ્રિકામાં થયેલા પ્લેન ક્રેશનો વીડિયો વાઇરલ
વીડિયો વાઇરલ થયો હતો કે, એક વિમાન લાઈવ ક્રેશ થતું દેખાય છે. જેમાં દાવો કરાયો કે, “લંડનમાં જે પ્લેન ક્રેશ થયુ તેનો આ લાઈવ વીડિયો છે.” પરંતુ તે ઓલ્ટર્ડ વીડિયો છે. કેમ કે, તેમાં દેખાતા શરૂઆતી મુખ્ય દૃશ્યો લંડન પ્લેન ક્રેશના નથી. વધુ અહેવાલ અહીં વાંચો.

શું લખનૌ કોર્ટમાં પેશી દરમિયાન રાહુલ ગાંધી સાથે જજે સેલ્ફી લીધી?
સોશિયલ મીડિયામાં દાવો વાઇરલ થયો કે,ન્યાયાધીશ પણ ન્યાયના હીરો રાહુલના ચાહક નીકળ્યા. લખનૌમાં, જ્યારે ભાજપે તેમને નકલી મુદ્દામાં ફસાવવા બદલ નોટિસ ફટકારી, ત્યારે રાહુલ ગાંધી ન્યાયતંત્રનો આદર કરતા દેખાયા, પછી ન્યાયાધીશે પહેલા સેલ્ફી લીધી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, તે જજ નહીં પરંતુ વકીલ છે. વધુ અહેવાલ અહીં વાંચો.