રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતા ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. 3 ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે, જયારે 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાની ચૂંટણી 13 માર્ચના રોજ જાહેર થઈ હતી. જોકે કોરોના વકરતા ચૂંટણી મુલતવી રાખી હતી.
ગાંધીનગર ગૃહમંત્રી અમિતશાહનું લોકસભા સંસદીય ક્ષેત્ર છે, ત્યારે મહાનગર પાલિકા ચૂંટણી પહેલા સોશ્યલ મીડિયા પર ABP Asmitaની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. આ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ પર અમીત શાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હોવાના દાવા સાથે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત્ત આપ્યા, ભાજપને એમની કોઈ જરૂર નથી” લખાયેલ જોવા મળે છે. ફેસબુક પર “ના ભાજપ સરકાર ના કોગ્રેસ સરકાર જોઇએ તો ખેડૂતો નથી સરકાર” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Fact Check/Verification
ગૃહમંત્રી અમિતશાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ અંગે ગુગલ સર્ચ કરતા કોઈપણ ન્યુઝ રિપોર્ટ જોવા મળતા નથી. પરંતુ અહીંયા ધ્યાને આવે છે કે ABP અસ્મિતા ન્યુઝ ચેનલનો લોગો અને કલર બદલાઈ ગયેલ છે, જયારે વાયરલ પ્લેટ પર જૂનો લોગો અને કલર જોઈ શકાય છે.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટ ભાજપ સાથે જોડાયું હોવાની ભ્રામક ટ્વીટર પોસ્ટ વાયરલ
સચોટ માહિતી માટે અમે ABP Asmita સાથે વાયરલ ન્યુઝ પ્લેટ અંગે જાણકારી માટે સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે “2017થી આ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ અવનવા ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવેલ છે, આ અંગે ચેનલ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવેલ છે. તેમજ અહીંયા બ્રેકીંગ પ્લેટમાં લખવામાં આવેલ અક્ષરો પણ જોઈ શકો છો કે જે ABP અસ્મિતા દ્વારા આગાઉ પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ પ્લેટથી તદ્દન અલગ છે.“

Conclusion
ગૃહમંત્રી અમિતશાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધમાં ટિપ્પણી કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ તદ્દન ભ્રામક છે. ન્યુઝ ચેનલ ABP Asmitaની ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરીને અમિતશાહના હવાલે પાટીદાર સમાજ અંગે ભ્રામક ટિપ્પણી લખવામાં આવેલ છે.
Result: False
Our Source
Quote From ABP Asmita
Newschecker’s Comparative Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected]newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044