Sunday, July 13, 2025

Coronavirus

અમદાવાદના ડો.વિધિનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થયા હોવાના દાવા સાથે કેરેલાની એક્ટ્રેસની તસ્વીર વાયરલ

banner_image

કોરોના વોરિયર્સ, શહીદ ડો.વિધિ જે અમદાવાદમાં એક ગાયનેકોલોજીસ્ટ હતા. કોરોના પોઝિટિવ થયા બાદ તેમનું મૃત્યુ થાય છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ એક પોસ્ટ જેમાં “ડો.વિધિ ચિકિસ્તક વીરાંગના દેશવાસીઓ ની સેવા સેવા કરતા કરતા પોતાના પ્રાણ ગુમાવ્યા” કેપશન સાથે Dr.Dinesh Choudhary નામના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ હતી, હાલ આ પોસ્ટ ફેસબુક પરથી હટાવવામાં આવેલ છે.

Factcheck / Verification

ડો.વિધિ અમદાવાદ શહેરના એક ડોકટર ગાયનેકોલોજીસ્ટ હતા, જેમનું મૃત્યુ કોરોના વાયરસના કારણે થયું છે. આ વાયરલ દાવા સાથે શેર કરાયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળે છે, વાયરલ તસ્વીર એક કેરેલા (કોચી)ની એક્ટર Samskruthy Shenoy છે. જેના પર વધુ સર્ચ કરતા newsbugz દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલમાં આ એક્ટ્રેસ વિશે તમામ માહિતી જાણવા મળે છે. ઉપરાંત ડો.વિધિ નામ સાથે જે વાયરલ થયેલ સમાન તસ્વીર અહીંયા જોવા મળે છે.

વાયરલ પોસ્ટ પર વધુ તપાસ કરતા Samskruthy Shenoy દ્વારા પોતના ફેસબુક એકાઉન્ટ પરથી 14 સપ્ટેમ્બરના સ્પષ્ટ કરતા કહ્યું કે વાયરલ પોસ્ટમાં ડો.વિધિ વિશે જે માહિતી આપવામાં આવેલ છે, તેના વિશે હું અજાણ છુ. વાયરલ પોસ્ટમાં ડો.વિધિ નામ સાથે મારી તસ્વીર શેર કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થયેલ આ મેસેજ ભ્રામક હોવાની જાણ કરેલ છે.

વાયરલ તસ્વીર Samskruthy Shenoy દ્વારા જૂન 2016ના પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે.

વાયરલ તસ્વીર S

જયારે આ તસ્વીર ભ્રામક હોવાનું સાફ થયા બાદ ડો.વિધિ જે કોરોના કારણે મૃત્યુ પામ્યા છે, તેના વિશે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા Indian Medical Students’ Organisation ફેસબુક ઓફિશ્યલ એઉકાઉન્ટ પર 9 સપ્ટેમ્બરના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજવતા ડો.વિધિ ગાયનેકોલોજીસ્ટનું મૃત્યુ પામ્યા હોવાની માહિતી આપવામાં આવેલ છે. જે વાતની સ્પષ્ટતા Dr.Subham Kumari દ્વારા કરવામાં આવેલ છે.

Conclusion

ફેસબુક અને વોટસએપ પર અમદાવાદના ડો.વિધિ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા શહીદ થયા હોવાના દાવા સાથે શેર કરાયેલ તસ્વીર કેરેલાની એક એક્ટ્રેસ Samskruthy Shenoy છે. જયારે ડો.વિધિ જે અમદાવાદમાં એક ગાયનેકોલોજીસ્ટ હતા, અને તેનું કરોના થવાના કારણે મૃત્યુ થયેલ હોવાના દાવા પર IMSO દ્વારા માહિતી આપવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ મળતા તમામ પરિણામ પરથી ભ્રામક હોવાનું સાબિત થાય છે, વાયરલ પોસ્ટ સાથેની તસ્વીર મુદ્દે Samskruthy Shenoy દ્વારા પણ ફેસબુક મારફતે ખુલાસો આપવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

Indian Medical Students’ Organisation
Samskruthy Shenoy
newsbugz

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

18,956

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage