Tuesday, November 19, 2024
Tuesday, November 19, 2024

HomeFact Checkઅમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જર ગરબા રમ્યા હોવાના દાવા સાથે જૂનો...

અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જર ગરબા રમ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ વર્ષે કોરોનાથી રાહત મળતા નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અનેક સ્ટોરી અને વિડીયો જોવા મળી રહ્યા છે, જે ક્રમમાં અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જરો દ્વારા ગરબા રમવામાં આવ્યા હોવાનો એક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. વાયરલ વિડીયો ફેસબુક પર કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવેલ છે.

Hyderabad Deccan News દ્વારા ફેસબુક પર “ગુજરાત, અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ સ્ટાફ અને મુસાફરો દ્વારા દાંડિયા, નવરાત્રી ઉત્સવની ઉજવણી” ટાઇટલ સાથે એરપોર્ટ પર ગરબા રમતા લોકોનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ ફેસબુક પર 4 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

Screen Shot Of Facebook Post By Hyderabad Deccan News

આ ઉપરાંત News18 Urdu દ્વારા પણ યુટ્યુબ પર “સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગરબે રમતા પેસેન્જરો” ટાઇટલ સાથે અન્ય એક વિડીયો શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચીન અને પાકિસ્તાનથી ઝેરી ફટાકડા માર્કેટમાં આવ્યા હોવાની ચેંતવણી આપતા ગૃહ મંત્રાલયના નામે વાયરલ થયેલ ભ્રામક મેસેજનું સત્ય

Fact Check / Verification

અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જરો દ્વારા ગરબા રમવામાં આવ્યા હોવાના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Talking Tales India નામની ચેનલ પર ઓકોટોબર 2018ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડીયો 2018થી ઈન્ટરનેટ પર હાજર છે.

આ ઘટના અંગે ગુગલ સર્ચ કરતા TV9 Gujarati દ્વારા 2018ના સરદાર વલ્લભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર અને સ્ટાફ મેમ્બરો દ્વારા એરપોર્ટ પર ગરબા રમવામાં આવ્યા હોવાની માહિતી આપતું ન્યુઝ બુલેટિન જોવા મળે છે. ઉપરાંત, DNA Indiaના એક અહેવાલ મુજબ SVPI અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વાર ગરબા ફ્લેશ-મોબ પરફોર્મ કરવામાં આવ્યું હતું.

જયારે, News18 Urdu દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એરપોર્ટ પર ગરબે રમતા પેસેન્જરોના વાયરલ વિડીયોને રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Amar Ujala દ્વારા ઓક્ટોબર 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. તેમજ 2019માં પ્રકાશિત થયેલ dnaindiaના એક અહેવાલ અનુસાર, એરપોર્ટ પર મુસાફરોએ એરલાઈન્સ સ્ટાફ સાથે ગરબા કર્યા હતા. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

vibesofindia દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, અમદાવાદના એરપોર્ટે પર મુસાફરો માટે ખાસ સજાવટ અને મનોરંજક પ્રવૃત્તિઓ સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાયરલ વિડીયો અંગે અમે અમદાવાદ એરપોર્ટ એથોરોટીનો સંપર્ક કર્યો છે, વધુ માહિતી સાથે નજીકના સમયમાં અપડેટ કરવામાં આવશે.

Conclusion

અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જરો દ્વારા ગરબા રમવામાં આવ્યા હોવાના વાયરલ વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ન્યુઝ ચેનલો દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે ગરબા આયોજનના વિડીયો 2018 અને 2019માં એરપોર્ટ એથોરિટી દ્વારા કરવામાં આવેલ આયોજન છે, જે વિડીયો હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result : Missing Context

Our Source

YouTube Video Of Talking Tales India on OCT 2018
Media Report Of DNA India on OCT 2018-19
YouTube Video Of Amar Ujala on OCT 2019

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular