Fact Check
અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરનું સત્ય
Claim : અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા
Fact : વાયરલ થયેલી તસ્વીર ખરેખર 2017માં લેવામાં ચેન્નાઈ એરપોર્ટ ખાતે લેવામાં આવેલ છે.
ગુજરાત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી, સોશ્યલ મીડિયા પર પણ આ ક્રમમાં અનેક તસ્વીર અને વિડીયો વાયરલ થયા હતા. ત્યારે હાલમાં અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે. “ગુજરાત મોડેલનું અમદાવાદ એરપોર્ટ બન્યું બંદર” ટાઇટલ સાથે આ તસ્વીર શેર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સાંપ્રદયિક દાવાઓથી લઈને હરિયાણાના નૂહ ફેલાયેલ હિંસા અંગેની ભ્રામક ખબરો
Fact Check / Verification
અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા scroll.in અને indiatvnews દ્વારા જુલાઈ 2017માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા મળતી માહિતી મુજબ, કેટલીક સમાચાર એજન્સીએ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઉલ્લેખ કરીને પાણી ભરાયેલા ચેન્નાઈ એરપોર્ટની તસ્વીર પોસ્ટ કરી હતી. આ મોટી ભૂલ અંગે ભારતના તે સમયના વર્તમાન માહિતી અને પ્રસારણ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ બાબતને ધ્યાન પર લાવી હતી.

આ અંગે સ્મૃતિ ઈરાની દ્વારા 28 જુલાઈ 2017ના ટ્વીટ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે ચેન્નાઈમાં આવેલા પૂરના ફોટોગ્રાફ્સનો ઉપયોગ અમદાવાદ એરપોર્ટના નામે કરવામાં આવ્યો છે. જયારે આ ટ્વીટના જવાબમાં PTI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પીટીઆઈ આ ભૂલ બદલ દિલગીર છે અને તેણે સંબંધિત ફોટોગ્રાફરની સેવાઓ રદ્દ કરી છે.
Conclusion
અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીર ખરેખર 2017માં લેવામાં ચેન્નાઈ એરપોર્ટ ખાતે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ ગુજરાત મોડેલ ટેગલાઈન સાથે જૂની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Media Report Of scroll.in , 28 July 2017
Media Report Of indiatvnews , 28 July 2017
Tweet Of smritiirani, 28 July 2017
Tweet Of PTI, 28 July 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044